મોસમે ફરી કરવટ બદલી:વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં પડતા માહોલ બન્યો ઠંડોગાર

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી અને રાજકોટ જિલ્લાના મોટાભાગના શહેરોમાં સવાર ભીની ભીની જ ઉગી, મહત્તમ તાપમાનમાં જબરો ઘટાડો
  • રેઇનકોટ પહેરવો કે સ્વેટર? લોકો મૂંઝાયા, નોકરી કે વ્યવસાયે જતા લોકો ફસાયા, શાળાઓમાં હાજરી પાંખી રહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ફરીવાર વાતાવરણ પલટાયુ છે અને બુધવારે દિવસ ભર વાદળ છાયું વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે હળવા છાંટા પડ્યા હતા તો ગુરુવારે વહેલી સવારથી ઝાપટા વરસ્યા હતા જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. બીજી તરફ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 15 દિવસમાં બીજી વખત કમોસમી વરસાદ પડ્યો છે. બપોર સુધી વાદળછાયા વાતાવરણના કારણે મહતમ તાપમાન માત્ર 25 ડિગ્રી સુધી જ ઉંચકાયુ તો લઘુત્તમ તાપમાન પણ 15 ડિગ્રી આસપાસ રહેતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું.

મોરબીમાં વહેલી સવારે થયેલા કમોસમી વરસાદના કારણે નોકરી વ્યવસાય પર જતાં લોકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો મોરબીના બેઠા પુલ આસપાસ રહેતા અને ખુલ્લામાં રહેતા ગરીબ પરિવારની હાલત કફોડી બની હતી. ઘણા પરિવારને પોતાનો સામાન મૂકી સુરક્ષિત સ્થળે પરત ફરવાની ફરજ પડી હતી.

15 દી’માં બીજી વાર માવઠું
મોરબી જિલ્લામાં 15 દિવસમાં બીજી વાર કમોસમી વરસાદ થવાના કારણે શિયાળુ પાકમાં ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. મોરબીમાં 1.30 લાખ હેકટરમાં વાવેલા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ઘઉંના પાકમાં ગેરું, જીરુમાં ચૂસીયા જીવાત તેમજ ચણામાં લશ્કરી ઇયળ સહિતની ફૂગજન્ય બીમારી થવાથી શિયાળુ પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...