તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કેનાલમાંથી છોડેલું પાણી કુંભારિયા જ પહોંચ્યું

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા કેનાલમાં સફાઇ ન થતી હોય, પાણી ન મળતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ

નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલમાં પાણી નહીં પહોંચવા મુદ્દે બે દિવસથી ચાલતી કાગારોળ વચ્ચે આજે સવારે માળીયા તાલુકાના કુંભારીયા સીમ સુધી પાણી પહોંચ્યા બાદ અટકી જતા ખેડૂતોનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ખેડૂત અગ્રણી અને ખાખરેચી બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારેજીયાએ પાણી ન પહોંચવા પાછળ કેનાલની બે વર્ષથી કાગળ ઉપર જ સફાઈ થઇ હોય કાદવ, કીચડ, કચરાને કારણે પાણી અટકાઈ રહ્યું હોવાનું જણાવી જરૂર પડ્યે આંદોલન છેડવાના મૂડમાં હોવાનું જણાવ્યું હતું.

મોરબીના હળવદ અને માળીયાના ખેડૂતો સિંચાઇની ખેડૂતો નર્મદા યોજનાનો લાભ મેળવતા માળિયા બ્રાન્ચ કેનાલના લાભાર્થી ખેડૂતો દ્વારા પાણી મળવાની આશાએ વાવેતર કર્યા બાદ માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણી ન પહોંચતા ખેડૂતો રોષે ભરાયા છે અને આ મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ હસ્તક્ષેપ કરી 48 કલાકમાં ખેડૂતોને પાણી ન મળે તો આંદોલન છેડવા ચીમકી આપી હતી જે બાદ નર્મદા નિગમ અને સરકારમાં સતત રજૂઆતોનો દૌર ચલાવતા પાણી છોડવામાં આવ્યુ હતું.આજે સવારે કેનાલમાં કુંભારીયાની સીમ સુધી પાણી આવીને અટકી જતા ખેડૂતોમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે.

બીજી તરફ આજે મોરબી જિલ્લા પંચાયતના ખાખરેચી બેઠકના સદ્સ્ય, ખેડૂત આગેવાન મહેશભાઈ પારેજીયાએ માળીયા બ્રાન્ચ કેનાલની મુલાકાત બાદ જણાવ્યું હતું કે કુંભારીયા સુધી પાણી પહોંચી અટકી ગયું છે. છેલ્લા બે વર્ષથી કેનાલમાં સફાઈ થતી જ નથી માત્રને માત્ર કાગળ ઉપર ટેન્ડર પ્રક્રિયા આટોપી કેનાલની સફાઈ દર્શાવાતી હોવાથી કાદવ, માટી, કચરાના ગંજ ખડકાવાની સાથે અનેક જગ્યાએ બાવળના ઝાડ ઉગી નીકળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...