તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચારની આશંકા:મોરબીના છેવાડાના વિસ્તારમાં પાણીની લાઈન કાગળ પર જ !

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા પ્રમુખે પાણી પુરવઠા વિભાગને પત્ર લખી માહિતી માગી

મોરબીના વાડીવિસ્તારમાં તેમજ અલગ અલગ ઓજી વિસ્તારમાં પાણીની વ્યવસ્થા અંગે કરેલી કામગીરી અંગે પાલિકા પ્રમુખે પાણી પુરવઠા બોર્ડ પાસે જવાબ માંગ્યા છે અને કરેલી કામગીરીની માહિતી આપવા જણાવ્યું છે તેઓએ પાલિકાના અમુક વિસ્તારમાં પાણીની પાઇપ લાઈન કામગીરી માત્ર કાગળ પર થઈ હોય હકીકતમાં ત્યાં પાણી પાઇપ લાઈન ન ફિટ કરી ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી જેથી આ અંગે યોગ્ય તપાસ કરવા અને રિપોર્ટ આપવા તાકીદ કરી હતી.

મોરબી પાલિકાના છેવાડાના હદ વિસ્તારની સોસાયટીઓ તથા વાડી વિસ્તાર માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા માટે જરૂરી કામગીરી કરવાની થતી હતી જેમાં મુખ્યત્વે પીવાના પાણીની લાઈન નાખવાની કામગીરી, ઓવરહેડ ટાંકી બનાવવાની કામગીરી મુખ્ય હતી જે કામગીરી હજુ પૂર્ણ થયેલ નથી વિસ્તારના લોકો દ્વારા પાણીની સમસ્યાના પ્રશ્નો કચેરીને મળ્યા છે જેથી ઓ.જી. વિસ્તાર માટે કરેલ કામગીરીની વિગતો આપવા જણાવ્યું છે.

મોરબી નગરપાલિકા દ્વારા ક્યાં ક્યાં વિસ્તારમાં લાઈન નાખવાનું સૂચવેલ અને તે પૈકી કેટલા વિસ્તારમાં કેટલું કામ થયું, મોરબી પાલિકા દ્વારા છેવાડાના વિસ્તારમાં કેટલી ઓવરહેડ ટેંક બનાવવાનું સૂચવાયેલ અને કેટલી ટેન્ક બનાવવામાં આવી, પાણીની લાઈન નાખવાનો અને ઓવર હેડ ટેન્ક બનાવવાનો સમયગાળો શું હતો, જે કોઈ વિસ્તારમાં નવી લાઈન નાખી છે, તે તમામનું વિસ્તારવાઈઝ લિસ્ટ તાબડતોબ મોકલવા પત્ર લખીને વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...