વિધાનસભા સંગ્રામ 2022:મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠક પર 3.95 લાખ મહિલાઓના મત બનશે નિર્ણાયક

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોરબી, વાંકાનેર અને ટંકારા બેઠકના કુલ મતદાર 8.17 લાખ: મોરબી માળિયા બેઠક પર 3.17 લાખ મહિલાઓ છે

વિધાનસભા ચૂંટણીમાં મોરબી માળિયા બેઠક માટે યોજાનાર મતદાનનું એકાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આઠ દિવસ બાદ મતદાન શરૂ થશે અને સાંજે 5:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે આ પ્રક્રિયામાં પુરુષ મતદારોની સાથે સ્ત્રી મતદારોનું પણ પ્રભુત્વ જોવા મળશે. મોરબી માળિયા બેઠક, વાંકાનેર અને ટંકારા બેઠક એમ ત્રણ બેઠકમાં મોરબી જિલ્લામાં 8,17,335 કુલ મતદારો નોંધાયા છે જેમાંથી 4,22,047 પુરુષ મતદારો જ્યારે 3, 95, 284 મહિલા મતદારો અને ચાર ઇતર જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.

ટકાવારી મુજબ જોઈએ તો ત્રણેય બેઠક મળી જિલ્લામાં મહિલા મતદારોનું વર્ચસ્વ 48% ની આસપાસ જો જોવા મળ્યું છે બેઠક મુજબ જોઈએ તો મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં 2,86,686 મતદાર સામે 1,48 695 પુરુષ મતદારો જ્યારે 1,37, 988 મહિલા મતદારો છે. તેઓની ટકાવારી જોઈએ તો 48.13% નોંધાઈ છે.

ટંકારા બેઠકની વાત કરીએ તો અહીં 48.63% સાથે મહિલા મતદારોની સંખ્યા 1,21,313 જ્યારે પુરુષ મતદારો એક 28 131 નોંધાયા છે આ જ રીતે વાંકાનેર બેઠકમાં કુલ મતદારો બે 81,205 છે જે પૈકી એક 45, 221 પુરુષ મતદાર અને 48.35 ટકા ટકા સાથે 1,35, 983 મહિલા મતદારો નોંધાયા છે.ઝુલતા પુલની દુર્ઘટના બન્યા બાદ મોરબી માળિયા બેઠક વધુ સંવેદનશીલ બની ગઇ છે અને દેશ આખાનું ધ્યાન આ બેઠક પર છે ત્યારે મહિલાઓના મત પણ તેમાં ભાગ ભજવશે તેમાં બે મન નથી.

પાંચ વર્ષમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રી મતદારો વધ્યા
મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ 92 ,235 મતદારો વધ્યા છે. જેમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રી મતદારોની સંખ્યા વધુ નોંધાઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં મોરબી જિલ્લામાં 44,034 પુરુષ મતદારો નોંધાયા હતા જેની સામે 48,200 સ્ત્રી મતદારોની નોંધણી થઈ છે. આમ પાંચ વર્ષમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠકમાં 52 ટકા જેટલી સ્ત્રી મતદારોનો વધારો પુરુષ મતદારોની સરખામણીમાં જોવા મળ્યો છે. કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય મહિલા મતદારોને આકર્ષવા અવનવા વચનોની લહાણી કરી રહ્યા છે ત્યારે આ સ્ત્રી મતદારો આગામી વિધાનસભા ચૂંટણીમાં કોના તરફથી મત કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે. જો કે મોટાભાગે પુરુષ અને મહિલા મતદારોની મત આપવાની સંખ્યા ચકાસવામાં આવે ત્યારે એ આંકમાં પણ હવે વધુ કોઇ મોટો ફેરફાર હોતો નથી ત્યારે આ વખતે તો મહિલા મતદારો નિર્ણાયક ભુમિકા ભજવી શકે તેવી સક્ષમ સ્થિતિમાં છે.ત્યારે વિજેતા ઉમેદવારની લીડ અને મતની સરસાઇની સરખામણી કરવામાં આવશે ત્યારે મહિલાઓના મતદાનના આંકડાને અવગણી શકાશે નહીં.

મોરબી જિલ્લાની બેઠકોમાંમહિલા મતદારોની સ્થિતિ

2017
બેઠકપુરુષસ્ત્રીકુલ
મોરબી134271121,698255,971
ટંકારા116009108,511224,521
વાંકાનેર127733116,875244,608
કુલ378013347,084725,100
2022
બેઠકપુરુષસ્ત્રીકુલ
મોરબી148695137,988286,686
ટંકારા128131121,313249,444
વાંકાનેર145221135,983281,205
કુલ422047395284817335

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...