હાલાકી:હંગામી મંજૂરીથી શરૂ થયેલી શાક માર્કેટ કાયમી બની ગઇ! ટ્રાફિક સમસ્યા વધી

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના શનાળા રોડ પર ભરાતી હંગામી શાક માર્કેટના લીધે વિદ્યાર્થીઓને પરેશાની
  • કોલેજના સંચાલકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને ચીફ ઓફિસરને રજૂઆત કરી

મોરબી શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા એવાના શનાળા રોડ પર અલગ અલગ સ્થળે દિવસ દરમિયાન ટ્રાફિક જામ સર્જાય છે તેમાં પણ સરદારબાગ સામે શાળા કોલેજ શરૂ થવા અને છૂટવાના સમયે સ્કૂલ વાહન,ફોર વ્હિલ રીક્ષા અને બાઈક સહિતના વાહનો વધી જાય છે જેના કારણે અહીં ટ્રાફિક જામનો કાયમી પ્રશ્ન છે તો આસપાસ કોમ્પ્લેક્ષમાં ખરીદી માટે આવતા લોકો માટે આવેલી સાર્વજનિક પાર્કીંગની જગ્યા પર કોરોનાના કેસ વધતા હંગામી ધોરણે શરૂ કરવામા આવેલી શાક માર્કેટ પણ કાયમી થઈ ગઈ છે.

અહીં શાળા-કોલેજો આવેલી છે જેથી સવારના સમયમાં ટ્રાફિકજામ તથા પાર્કિગના પ્રશ્નો ઉપસ્થિત થયા છે, ત્યારે આ મુદે મોરબીની કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોરબી પાલીકામાં શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા અંગે રજૂઆત કરી છે.કોરોનાની મહામારી દરમિયાન શાળા કોલેજ બંધ હોવાથી ટ્રાફિક જામ થતો ન હતો, જેથી જે તે સમયે મોરબી નગરપાલીકા દ્વારા શહેરના સરદાર બાગ સામેના પાર્કીંગમાં શાક માર્કેટ યોજવા અંગે વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ હવે શાળા-કોલેજો શરૂ થયા ને ઘણો સમય થયો હોવા છતાં શાક માર્કેટ મુદે પાલીકા દ્વારા કોઈ નક્કર વ્યવસ્થા કરવા માં આવેલ નથી.

જેથી વહેલી સવારે ટ્રાફીકજામ ના દ્રશ્યો સર્જાય છે તેમજ તે વિસ્તાર માં વિવિધ શાળા કોલેજો તેમજ હોસ્પીટલો પણ આવેલ છે. વિદ્યાર્થીઓ તેમજ હોસ્પીટલ પર આવતા દર્દીઓને પાર્કીંગ ની જગ્યા મળતી નથી જેથી આડેધડ વાહન પાર્કીંગ થવાથી ટ્રાફીક નો પ્રશ્ન સર્જાય છે. જેથી શાક માર્કેટ અન્ય સ્થળે ખસેડવા મોરબીની કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા પાલીકાને લેખિત રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...