તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:મોરબી જિલ્લામાં 4 દિવસ બાદ વેક્સિન આવી, એ પણ અપૂરતી, લોકોને ધક્કા

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 41 સેન્ટર પર વેક્સિનેશન પૂર્વવત, 3496 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 770 લોકોને બીજો ડોઝ મળ્યો

મોરબી જિલ્લામાં 4 દિવસથી વેક્સિનનો સ્ટોક ન આવવાથી વેક્સિનેશનની કામગીરી અટકી પડી હતી. જો કે શુક્રવારે જિલ્લામાં નવો સ્ટોક આવતા આજે ફરી વેક્સિનેશન કામગીરી શરૂ થઈ હતી.જિલ્લામાં શનિવારે કોવિન પોર્ટલ પર નોંધાયેલા આંકડા મુજબ 40 સરકારી અને 1 ખાનગી સેન્ટરમાં મળી કુલ 4266 લોકોને વેકસીન મળી હતી જેમાં 3496 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 770 લોકોને બીજો ડોઝ મળ્યો હતો.

4 દિવસ બાદ વેક્સિનેશન કામગીરી શરૂ થતા મોટી સંખ્યામાં સેન્ટર પર પહોંચી ગયા હતા અને વેક્સિન મેળવી હતી. ​​​​​​મોરબી જિલ્લામાં કુલ કોવિન પોર્ટલ મુજબ કુલ 3,35,853 ડોઝ આપ્યા છે જેમાં 2,62,082 પ્રથમ ડોઝ જ્યારે 73,771 બીજો ડોઝ આપ્યા છે. મોરબીમાં 18-44 વયના 1,27,520 લોકોનું વેક્સિનેશન તો 45 ઉપરના કુલ 2,08,333ને વેક્સિન આપી છે.

આજે જિલ્લામાં 33 સ્થળે થશે વેક્સિનેશન
મોરબી જિલ્લામાં વેક્સિનનો નવો સ્ટોક આવવાના કારણે ફરી વેક્સિનેશન કામગીરી શરૂ થઈ છે શનિવારે 41 સ્થળે વેક્સિન કામગીરી થઈ હતી. તો રવિવારે 33 સ્થળ પર વેક્સિન સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. આ 33 સ્થળમાં 13 મોરબી તાલુકા,4 ટંકારા, વાંકાનેરમાં 9 અને માળિયા અને હળવદમાં 3-3 સેન્ટર પર વેક્સિનેશન થશે.

મોરબીમાં લાંબા સમય બાદ 2 કેસ પોઝિટિવ
મોરબી જિલ્લામાં કોરોનાના નવા પોઝિટિવ કેસ આવતા બંધ થઈ ગયા હતા, એક્ટિવ કેસ પણ માત્ર 3 જ વધ્યા હતા જોકે શનિવારે મોરબી શહેરમાં 2 કેસ પોઝિટિવ આવ્યા હતા મોરબી જિલ્લામાં 208 લોકોના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાથી 2 કેસ પોઝિટિવ આવતા એક્ટિવ કેસની સંખ્યા 5 પર પહોચી છે.મોરબીમાં કુલ પોઝિટિવ કેસ 6499 પર પહોચી ગયો છે, જેમાંથી 6153 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...