જરૂરિયાતમંદ બાળક કે તેમના પરિવારના સભ્યો સરકારની યોજનાથી વંચિત ન રહી જાય તે માટે ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ અભિગમ અંતર્ગત રખડતું ભટકતું જીવન જીવતા પરિવારના બાળકો માટે 2021માં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અંતર્ગત બાળ સ્વરાજ પોર્ટલ પર મોરબી જિલ્લાના 0 થી 18 વર્ષના 31 બાળકો નોંધાયેલા છે.
તંત્રના વિવિધ વિભાગના સંકલનમાં રહીને તમામ બાળકોના બેંક ખાતા ખોલાવી આપવામાં આવ્યા છે, તમામ પરિવારોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે તથા તમામ પરિવારોના રેશનકાર્ડ પણ બનાવી આપવામાં આવ્યા છે. આ બાળકો અને તેમના પરિવારોને આવાસ, પાણી, આરોગ્ય વગેરે સવલતો મળી રહે તે માટે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારાપ્રકિયા હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ બાળકો અને તેમના પરિવારોને સરકારના આધાર, રેશનકાર્ડ, શ્રમકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, શિક્ષણ, વિવિધ સ્કોલરશીપ સહિતની ગાઈડલાઈન મૂજબની યોજનાઓ હેઠળ ત્વરિત ધોરણે આવરી લેવા આયોજન કરવા ખાસ બેઠક યોજવામાં આવી હતી અને તેમણે વિવિધ યોજનાઓ હેઠળ સાંકળી લેવા માટે તમામ વિભાગોને સર્વે કરી યોગ્ય કામગીરી કરવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.