તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવકારદાયક પહેલ:યુકેની BAPSએ રાજ્યની 4 સિવિલને પ્રાણવાયુ પહોંચાડ્યો

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી સિવિલમાં સંસ્થાના સંતોની હાજરીમાં 8 ટન જથ્થો સુપરત કરાયો

સમગ્ર ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર અત્યંત ઘાતક નીવડી હોય તેમ દેશભરમાં ખૂબ તેજ ગતિએ કોરોના પોઝિટિવ દર્દીઓ વધ્યા છે.બીજી લહેરમાં વૃદ્ધ સાથે યુવાનો પણ સંક્રમિત થયા હતા. આ કેસ ઝડપથી વધવાને કારણે ઓકિસજનની ખૂબ મોટી માગ ઉભી થઇ હતી. હોસ્પિટલ બહાર દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે.

આવા સમયે દેશ વિદેશમાંથી મદદ મળી રહી છે ત્યારે ગુજરાતની વ્હારે યુ.કે સ્થિત પ્રથમ બી.એ.પી એસ સંસ્થા નિર્મિત હિન્દુ મંદિર દ્વારા આવકારદાયક પહેલ કરી છે આ સંસ્થા દ્વારા હાલ રાજ્યની 4 સિવિલ હોસ્પિટલમાં 40 મેટ્રિક ટન ઓક્સિજન સિલિન્ડરની સપ્લાય પહોચાડી છે.જેમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં 4 મેટ્રિક ટન,જામનગરની જી.જી હોસ્પિટલમાં 12 મેટ્રિક ટન,પાલનપૂર સિવિલ હોસ્પિટલમાં 8 મેટ્રિક ટન,પાટણની જી.એમ.ઇ.આર.એસ 8 મેટ્રિક ટન તેમજ યોગીજી મહારાજ હોસ્પિટલ અમદાવાદ ખાતે 4 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવ્યો હતો.

મોરબીમાં આજે જે સેવાયજ્ઞ માટે દુબઇના અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિર દ્વારા ભારતમાં અનેક સ્થળોએ લિક્વિડ ઓક્સિજનની મદદ માટે બીડું ઉપાડ્યું છે. જેમાં મોરબી માટે ૮ ટન ઓક્સિજન જથ્થો મળ્યો હોય ત્યારે આજે બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના હરિસ્મરણ સ્વામી, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતિયા, અધિક કલેકટર કેતન જોષી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીના રાજપર રોડ પર આવેલા મારૂતિ એર પ્રોડક્શન ફેક્ટરીમાં ૮ ટન ઓક્સિજન જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો હતો અને આ ઓક્સીજન જથ્થો મોરબી સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...