તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોરબીના લીલાપર પાસે ટ્રકે બાઇકને અડફેટે લીધી, બાઇક ચાલકનું મોત

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અકસ્માત કરી ટ્રક ચલાક ફરાર, પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી

મોરબી નજીક લીલાપર ગામ પાસે મચ્છુ નદી નજીક રોડ ઉપર ટ્રકની અડફેટે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક યુવાનના ભાઇએ તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી આરોપી ટ્રક ચાલકને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બેકાબૂ ટ્રકે બાઇકને અડફેટે લીધી
આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતાનુસાર લિલાપર ગામ પાસે મચ્છુ નદી નજીક રોડ પરથી બાઇક નંબર GJ-36-P-7952 લઇને હસમુખભાઇ અગ્રાવત ( રહે-રવાપર ) પસાર થઇ રહ્યાં હતા ત્યારે સામેથી માંતેલા સાંઢની માફક પુર ઝડપે આવતા ટ્રક નંબર GJ-36-T-8963ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી બાઇકને અડફેટે લીધી હતી.

સારવાર મળે તે પહેલા મૃત્યુ થયુ
આ અકસ્માતમાં બાઇક ચાલક હસમુખભાઇ અગ્રાવતને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલે લઇ જવાતા સારવાર મળે એ પહેલા જ બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતુ. મોરબી તાલુકા પોલીસે આ બનાવમાં મૃતક બાઇક ચાલકના ભાઇ અશ્વીનભાઇ તુલસીદાસ અગ્રાવતની પોલીસ ફરીયાદને લઇને ટ્રકના ચાલક વિરૂદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી ઘટનાસ્થળેથી નાસી છુટેલા બાઇકચાલકને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો