કાર્યવાહી:ડબલની લાલચ આપી 1 લાખ પડાવનાર ત્રિપુટી ઝડપાઇ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રિપુટી પાસેથી રોકડ, કલર સહિતનો મુદામાલ કબજે લેવાયો. - Divya Bhaskar
ત્રિપુટી પાસેથી રોકડ, કલર સહિતનો મુદામાલ કબજે લેવાયો.
  • કચ્છના મજૂરને ચાચાવદરડા બોલાવી તફડંચી કરી’તી

માળીયા તાલુકાના ચાચાવદરડા ગામના પાટીયા ત્રણ શખ્સોએ કચ્છના યુવાનને એકના ડબલની લાલચ આપી એક લાખ તફડાવી લીધા હતા.આ અંગે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.જેના આધારે પોલીસે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા અને તેની પાસેથી કાળા રંગના કાગળો કેમિકલ અને અસલી ચલણી નોટ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના નાની ચિરઇ ગોકુલનગરમાં રહેતા હરેશભાઇ સવાભાઇ બઢીયાને તેના જ ગામના જુમાભાઇ અયુબભાઇ મુસ્લીમે એકના ડબલ પૈસા કરી આપવાની સ્કીમ બતાવી માળીયાના ચાચાવદર ગામના પાટીયે બોલાવ્યો હતો.જ્યાં અન્ય બે શખ્સ ગુલામ ઉમરભાઇ તથા વિરલભાઇ એમ ત્રણેય આરોપીઓએ મળી હરેશભાઇ પાસેથી એક લાખ પડાવી લીધા હતા રૂપિયા લઈ આરોપીઓના વર્તન ફરી જતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.

જેથી તેઓએ માળીયા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ ગુલામભાઇ ઉમરભાઈ બુચડ, રીક્ષા ડ્રાઇવર જુમાભાઈ અયુબભાઇ કોરેજા અને ભચાઉના વિરલભાઈ મદનભાઈ શર્માને ઝડપી લીધા હતા અને તેની પાસેથી પોલીસે આ ઠગ ત્રિપુટીના કબ્જામાંથી ફોર વ્હીલ, સફેદ કલરના પાઉડરનું પેકેટ, 6 મોબાઈલ ફોન, એક લાખ રૂપિયા રોકડા, કાચની બે ખાલી બરણી, પ્રવાહી ભરેલી કાચની બરણી, રૂ, કાળા કલરના કાગળના બે પેકેટ, સેલોટેપના ત્રણ રોલ, એશિયન પેન્ટની ડબ્બી સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...