તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:મોરબીમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે, કેનાલની બાજુમાં રોડ બનશે

મોરબી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા દ્વારા વિકાસ કામો માટે રૂપિયા 40.70 કરોડના ટેન્ડર બહાર પડાયા
 • વિકાસ કામ થતા ન હોવાનો લોકોનો કચવાટ ટૂંક સમયમાં દૂર થવાની પ્રબળ સંભાવના

મોરબી નગરપાલિકામાં હાલ વિપક્ષનું નામું નખાઈ ગયું છે. તમામ 52 બેઠક પર ભાજપના જ નગરસેવકો ચૂંટાઈને આવ્યા છે. ઘણા સમયથી શહેરીજનોમાં કોઈ ખાસ વિકાસના કામો કે જૂની સમસ્યાઓનો કાયમી ધોરણે નિકાલ થતો ન હોવાનો કચવાટ હતો. પ્રથમ જનરલ બોર્ડમાં રજૂ કરાયેલા કામો માટે હવે પાલિકાએ કામકાજ હાથ પર લેવાનું નક્કી કર્યું છે અને પાલિકા તંત્ર દ્વારા રૂપિયા 35.65 કરોડના વિકાસ કામો માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના પરથી લોકોમાં આશા બંધાઇ છે કે કામ શરૂ થશે તો ક્યારેક પણ પૂરા પણ થશે જ અને સુવિધા મળશે.

મોરબી લાતી પ્લોટ વિસ્તારની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ સહિતની શહેરની વિવિધ સુવિધાઓ માટે પાલિકા દ્વારા રૂપિયા 35.65 કરોડનાં ટેન્ડર બહાર પડાયા છે જેમાં આર.સી.સી રોડ, ડામર રોડ, ડામર પેચીંગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સફાઈ તથા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનો સમાવેશ થાય છે. આ 40 કરોડની રકમ 12 મુખ્ય કામો તથા 24 પેટા કામો માટે ફાળવાઈ છે.

શહેરમાં કયા કામ માટે કેટલી રકમની ફાળવણી

 • લાતી પ્લોટમાં સીસીરોડ 14.94 કરોડ
 • લાતી પ્લોટમાં ગટર વ્યવસ્થા 4.30 કરોડ
 • ઉમિયા સર્કલ થી બોરીયા પાટી કેનાલની બીજી સાઈડ રોડ 7.53 કરોડ
 • વિવિધ વિસ્તારોમાં સી.સી.રોડ 3.10 કરોડ
 • તમામ વોર્ડમાં કચરાના પોઇન્ટ મશીનરી વાહનો માટે એક કરોડ
 • શાંતિવન શાળા પાછળ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર 9.42 લાખ
 • પછાત વિસ્તારોમાં સી.સી.રોડ તથા પેવર બ્લોક 1.65 કરોડ
 • ગોકુલ નગર મેનરોડ તથા ડિવાઈડર 2.35 કરોડ
 • અવધ થી પંચાસર રોડ નાની કેનાલ બાજુમાં ડામર રોડ 1.13 કરોડ
 • ડામર પેચ વર્ક તથા રિસરફેસીંગ 2.83 કરોડ
 • દલવાડી સર્કલ થી ઉમિયા સર્કલ 1.29 કરોડ

આગામી છ મહિનામાં આ તમામ કામો પૂરા થઈ જશે. જેમાં નવા રોડ પર સાયકલ ટ્રેક તથા ફૂટપાથ પણ બનાવાશે. કેનાલની બીજી તરફ પણ રોડ બની જતા ટ્રાફિક સમસ્યા હળવી થશે. આ વખતે રોડ બનાવવાના પાંચ વર્ષ સુધી મેન્ટેનન્સ તથા ઓપરેશન્સની શરતો લાગુ પડશે. > ગિરીશ સરૈયા, ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...