તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભ્યાસ ક્ષેત્રે ડંકો વગાડ્યો:મોરબી જિલ્લાના શિક્ષકોને સતત 6 વર્ષથી શ્રેષ્ઠ શિક્ષકનો ખિતાબ

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

5 સપ્ટેબર એટલે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન, આ દિવસને દેશભરમાં શિક્ષકદિન તરીકે ઉજવાય છે. રાજ્યસરકાર દ્વારા દર વર્ષે શિક્ષક દિવસે ઉત્કૃષ્ટ કામગીરી કરીને ઘડતર, ભણતર, ગણતર, ચારિત્ર્ના ચણતરમાં ઉત્તમ યોગદાન આપે એવા શિક્ષકોને રાજ્યપાલના હસ્તે “રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક” ના એવોર્ડથી સન્માનિત કરાય છે. 6 વર્ષથી એટલે કે 2014થી દર વર્ષે મોરબીના શિક્ષકની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતી આવે છે.

શ્રેષ્ઠ શિક્ષક તરીકે કમલેશભાઈ એમ. દલસાણીયા ટીંબડી પ્રા. શાળા, વર્ષ 2015માં જીતેન્દ્રભાઈ પાંચોટીયા નવા મકનસર પ્રા. શાળા મોરબી વર્ષ :- 2016 દિનેશભાઈ ડી. વડસોલા બી. આર. સી. કો. ઓર્ડીનેટર મોરબી વર્ષ :- 2017માં શૈલેષભાઈ જે. કાલરીયા ચકમપર પ્રા. શાળા મોરબી વર્ષ :- 2018માં મહેશભાઈ ગૌસ્વામી તાલુકા શાળા નંબર-૧ મોરબી વર્ષ :- 2019માં હર્ષદભાઈ પટેલ શક્ત શનાળા પ્લોટ પ્રા. શાળા વર્ષ :- 2020 માં પ્રવિણભાઈ પટેલ નવા ઘનશ્યામગઢ પ્રા. શાળા હળવદ ધનજીભાઈ ચાવડા મેરૂપર પ્રા. શાળા હળવદ વર્ષ :- 2021માં દિનેશભાઈ એમ. ભેંસદડીયા રાજપર તાલુકા શાળા મોરબી આમ છેલ્લા છ વર્ષથી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકો તરીકે પસંદગી થતા જિલ્લાનો ડંકો વાગી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...