તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:પરિવારથી વિખૂટા પડેલા કિશોરનું પોલીસે પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસમથકમાં સૂચના આપી પરિવારની ભાળ મેળવી

માળીયા-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપરથી આજથી 15 દિવસ પહેલા એક સગીર વયનો પરપ્રાંતીય પરિવારનો દિવ્યાંગ બાળક મળી આવ્યું હતું. પોલીસ ટીમે દરરોજ સોશ્યલ મિડીયાના માધ્યમથી અલગ-અલગ શહેરો, સ્થળો, પોલીસ સ્ટેશન, ભાષા, અહેવાલો વિગેરેના ફોટાઓ દિવ્યાંગને બતાવતા ઓરીસ્સા ભાષા તથા જગન્નાથ મંદિરના ફોટાઓ જોતાની સાથે જ પોતે ત્યાંનો હોવાની હાથના ઇશારાથી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

જેથી પોલીસે મોરબી તાલુકાના સિરામીક વિસ્તારમાંથી ઓરીસ્સા રાજ્યના અલગ અલગ મજુરોના સંપર્ક કર્યો હતો. તા. 8ના રોજ દિવ્યાંગના ગામનો એક શ્રમિક પોલીસ મથકે આવી દિવ્યાંગની ઓળખ આપી હતી. તેણે દિવ્યાંગના વાલી સાથે વિડીયો કોલથી વાતચીત કરાવી ખરાઇ કરતા દિવ્યાંગનું નામ બુધ્યાસીંગ બીરાસિંગ સુકાસિંગ અને તે ઓરીસ્સાના ખાનનગર ગામનો હોવાનું જાણવા મળતા વતન પહોંચાડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...