તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:હળવદ108ની ટીમે મહિલાની એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા અને નવજાતશિશુનો જીવ બચાવ્યો

હળવદ તાલુકાના રણમલપુર ગામની એક ગર્ભવતી મહિલાને વહેલી સવારે પ્રસૂતિનો દુખાવો ઉપાડતા 108 એમ્બ્યુલન્સમાં કોલ કરવામાં આવ્યો હતો. જે અંગે ની જાણ થતાં હળવદ 108ની ટીમના ઈએમટી રમેશભાઈ અને પાઇલોટ કનુભાઈ ગઢવી તરત જ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગયા હતા. અને વાડી વિસ્તારમાં પ્રસૂતા લક્ષ્મીબેનને પ્રસુતિની પીડા ઉપડી હતી.મહિલાની સ્થિતિ જોતા હોસ્પિટલમાં ખસેડવામાં સમય વધુ લાગે તેમ હોવાથી સ્થળ પર જ એમ્બ્યુલન્સની ટીમે પ્રસુતિ કરાવી હતી. અને ત્યારબાદ તેમને નજીકના હળવદના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાંઆવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર બાદ માતા અને નવજાત શિશુ સ્વસ્થ હોવાનું તબીબે જણાવ્યું હતું.ઇમરજન્સી સમય સમયે સારવાર મળી જતા મહિલા અને તેના પરિવારજનોએ 108 ની ટીમનો આભાર વ્યકત કરી ગામના લક્ષમણભાઇ અને પ્રસૂતિનાં સંબંધીઓએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો