સન્માન:દેશના ભાવિનું ઘડતર કરતા શિક્ષકો કોઇ જ સન્માનના મોહતાજ નહીં, જ્ઞાનના સરતાજ છે

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં શિક્ષકદિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક, વિદ્યાર્થીઓનું મંત્રીના હસ્તે સન્માન

દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી ડો. રાધાકૃષ્ણનના જન્મ દિવસને તેમની સ્મૃતિમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે જિલ્લામાં વિવિધ શાળા કોલેજમાં શિક્ષક દિવસ ઉજવાયો હતો. મોરબીની વી. સી. હાઈસ્કૂલ ખાતે શિક્ષક સન્માન સમારોહ-2022નું આયોજન કરાયું હતું અને સમારોહમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં મહાનુભાવોના હસ્તે જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. ઉપરાંત છ શિક્ષકોને ફૂલ પગારના ઓર્ડર આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, આપણી પરંપરાગત સંસ્કૃતિથી શિક્ષકોનું આગવું મહત્વ રહ્યુ છે. બાળકોમાં જ્ઞાનનું સિંચન કરતા શિક્ષકો બાળકોને શિસ્ત, સંસ્કાર તથા શિક્ષણનું ભાથું આપે છે. ભાવિ ભારતનું ઘડતર કરતાં આ શિક્ષકો કોઈ સન્માનના મોહતાજ નહીં પણ જ્ઞાનના સરતાજ છે તેવું મંત્રી ગર્વભેર જણાવ્યું હતું. માર્ગ સલામતી વિષય હેઠળ બાળકોને પાયાથી જ અકસ્માત નિવારણ અંગે જ્ઞાન આપવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપાએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વિડજાએ કરી હતી.કાર્યક્રમનું સંચાલન માધાપર પ્રા.શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું. આ તકે મંત્રી સર્વે મહાનુભાવોના હસ્તે મોરબીના જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...