• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • The System Started Work Before The Car And Bike Rally Of People Of 14 Villages Was Held On The Morbi Jetpar Khakhaddhaj Road Issue.

રેલી પહેલાં રેલો:મોરબી-જેતપરના ખખડધજ રોડ મુદ્દે 14 ગામના લોકોની કાર અને બાઇક રેલી યોજાય તે પૂર્વે તંત્રે કામ શરૂ કરી દીધું

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઔદ્યોગિક વિસ્તારના 34 કિમીના રસ્તા પર ડામર તો દેખાતો જ નથી, ખાડા જ એટલા બધાં મહાકાય છે કે રસ્તો ક્યાં છે એ શોધવો પડે!
  • ઉદ્યોગકારો, આગેવાનોએ વાહનો સાથે ધસી જઇ કલેક્ટરને આવેદન આપી વહેલી તકે રોડની મરામત ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી

મોરબી જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી પડી રહેલા વરસાદને પગલે મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ખખડધજ થઇ ગયા છે. મોરબીના સિરામિક, ઔદ્યોગિક વિસ્તાર સમાં જેતપર પીપળી-મોરબી રોડની હાલત દયનીય બની ગઈ છે. આ રોડ એટલી હદે બદતર બની ગયો છે કે રોડ પર ડામરનું તો ક્યાંય નામો નિશાન નથી રહ્યું, તો ખાડાની સંખ્યા અને કદ એટલા મોટા પ્રમાણમાં છે કે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો એ જ ખબર પડતી નથી. મોરબીના 34 કિમીના આ રોડ પર 150 જેટલા નાના મોટા સિરામિક કારખાના આવેલા છે.

આ સિવાય અન્ય નાના મોટા ઉદ્યોગો તેમજ સિરામિક ટ્રેડર્સ આવેલા છે. મોરબી જેતપર રોડ પર દરરોજ હજારોની સંખ્યામાં નોકરી ધંધા માટે અપડાઉન કરે છે. તેમજ આસપાસના 14 જેટલા ગામના લોકો ખરીદી માટે તેમજ મોરબીમાં અન્ય કામ માટે આવે છે ઔદ્યોગિક વિસ્તાર તેમજ માનવ વસાહત હોવાથી નાના મોટા અકસ્માત કે અન્ય કોઈ કારણસર દર્દીઓ હોસ્પિટલમાં આવતા જતા રહે છે. દિવસ રાત ધમધમતા રોડની હાલત એટલી હદે બિસ્માર થઈ ગઈ છે કે દરરોજ મોટા પાયે અકસ્માત સર્જાઈ રહ્યા છે અને કેટલાક કિસ્સામાં મોત પણ થઇ રહ્યા છે.

હાલાકીથી ત્રસ્ત થયેલા 14 ગામના લોકોએ ચોમાસા પહેલા રોડનું કામ કરવા મંત્રી કલેકટરથી લઇ રાજ્ય સરકારના તમામ વિભાગમાં માંગણી કરી હતી. જો કે બહેરી મૂંગી સરકારે કોઈ એક્શન ન લેતા આજે આ તમામ લોકો ગ્રામ પંચાયતના સરપંચો હોદેદારો તેમજ ઉદ્યોગકારો દ્વારા 30 કિમી જેટલી વિશાળ બાઈક અને કાર રેલી કરી હતી અને કલેકટર કચેરીએ પહોંચી પોતાની માંગણી મુદે સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ રોડનુ તાત્કાલિક સમારકામ કરવા તેમજ ચોમાસું પૂર્ણ થયે તાત્કાલિક ફોરલેન રોડનું કામ કરવા માંગણી કરી હતી.

બીજી તરફ લોકોનો રોષ અને જુવાળ પારખીને માર્ગ અને મકાન વિભાગે રાતોરાત નિર્ણય લઇને માર્ગ પરના ખાડાંમાં માટી અને મોરમ તેમજ કપચી પાથવાનું કામ શરૂ કરી દીધું હતું. જો કે ભર ચોમાસે આ કામ કેવું થશે અને કેટલું ટકશે એ પરિણામ પણ વધુ રાહ નહીં જોવડાવે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...