'ઝૂલતો વિકાસ', લટકતું મોત:25થી વધુ બાળકો સહિત 91ના મોત, મૃત્યુઆંક વધી શકે છે, મચ્છુનું પાણી કાઢવા ચેકડેમ તોડાયો, CM મોરબી પહોંચ્યા

3 મહિનો પહેલા

મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામતા મોડી સાંજે આ પુલ બે ભાગમાં કટકા થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેમાં 91 જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. જેમાં 25 જેટલા બાળકોનો સમાવેશ થાય છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. હાલમાં 47 મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે અને અન્યની ઓળખ ચાલી રહી છે.

LIVE અપડેટ્સ
- દુર્ઘટનાને પાંચ કલાક થયા પણ ઓરેવા કંપનીના સંચાલકોનું મૌન
- જલારામ બાપાની જગ્યાની તમામ ડેકોરેશની લાઈટોનો શણગાર ઉતારી લેવાયો
- વીરપુરમાં સંત જલારામ બાપાની 223મી જયંતીની સાદાઈથી ઉજવણી થશે
- મોરબી સિવિલ હોસ્પિટલમાં CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા
- ઇન્ડિયન મેડિકલ આસોસીશનના બધા ડૉક્ટરોની ટીમ સિવિલ હોસ્પિટલમાં, નિઃશુલ્ક એક્સરે-સીટી સ્કેન કરવાની જાહેરાત
- વડોદરાથી ફાયર બ્રિગેડના17 જવાનોની ટીમ મોરબી જવા માટે રવાના, ટીમ પાસે અંડર વોટર જોઈ શકાય તેવા કેમેરા પણ છે​​​
- CM ભૂપેન્દ્ર પટેલે મોરબી પહોંચી નિરિક્ષણ કર્યું
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે અમદાવાદનો રોડ શો રદ્દ
- 91 મૃતદેહ મોરબી હોસ્પિટલમાં પહોંચ્યા, મોટા ભાગના બાળકો, એક-એક પલંગ પર બે-બે મૃતદેહ, હજુ આંક વધે તેવી શકયતા: ડોકટરના સૂત્રો
- રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર બચાવની કામગીરીમાં ખડે પગે- મંત્રી જીતુ વાઘાણી
- શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શોક વયક્ત કર્યુો
- નદીમાં પાણી ખાલી કરવા માટે ચેકડેમ તોડવાનું શરૂ
- અશોક યાદવે કહ્યું, 400 લોકોને ટિકિટ આપવામાં આવી હતી
- મોતનો આંકડો 80ને પાર
- મૃતદેહોને શોધવા મચ્છુ નદીનું પાણી કાઢવાની કવાયત શરૂ
- 1 નવેમ્બરનો પી.એમ. મોદીનો સ્નેહમિલનનો કાર્યક્રમ મોકુફ
- અમદાવાદના પ્રહલાદનગર, થલતેજ અને ગોમતીપુરના 25 ફાયર જવાનો મોરબી જવા રવાના
- જામનગરથી એરફોર્સના 50 ગરૂડ કમાન્ડો મોરબી જવા રવાના
- કેવડિયાથી પી.એમ. મોદી મોરબી જઇ શકે છે
- ફિટનેસ સર્ટિફિકેટ વિના જ પુલ શરૂ કરી દેવાયો હતો: નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા
- રાજકોટથી પોલીસ કોન્વેય સાથે 108 મોરબી જવા રવાના
- જામનગર અને જૂનાગઢથી વધુ એમ્બ્યુલન્સ મોરબી જવા રવાના
- મોરારી બાપુએ મૃતકના પરિવારજનોને 5-5 હજારની સહાય જાહેર કરી
- મૃતકોને મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ આપી
- રાષ્ટ્રપતિ મુર્મુએ દુ:ખ વ્યક્ત કર્યું
- પોલીસે SIT (પાંચ સભ્યો)ની રચના કરી
- 1 રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર
- 2 કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર
- 3 ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ
- 4 સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન
- 5 સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ તબીબોની ટીમ મોરબી જવા રવાના
- મોરબીની આસપાસની તમામ હોસ્પિટલોને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ
- ઓરેવા ટ્રસ્ટના જયસુખ ઓધવજી પટેલ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ
- જવાબદાર ઓરેવા ટ્રસ્ટ સામે કાર્યવાહી કરવાની લોકોમાં માંગ
- મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ લોકોના ટોળેટોળા એકત્ર થવા લાગ્યા
- 150 લોકો બ્રિજ પર હતા તેમાંથી 75 લોકોને હોસ્પિટલમાં પહોંચાડાયા છે અને હજી 75 લોકો લાપતા છે: હર્ષ સંઘવી
​​​​​- અમારી 18 એમ્બ્યુલન્સ કામે લાગી છે- ઇમરજન્સી સર્વિસના પીઆરઓ વિકાસ બિહાની
- 50 કરતાં વધુ લોકોને નદીની બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે- વિકાસ બિહાની
- 50 જેટલા દર્દીના વાઈટલ જ મળતા નથી તેમ છતાં તેમને હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી રહ્યા છે- વિકાસ બિહાની
- મોરબી જવાના તમામ રસ્તાઓ પર ચિક્કાર ટ્રાફિક
​​​​​- અમિત શાહે હર્ષ સંઘવી સાથે વાત કરી
- 60 બોડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાનો દાવો
- 50થી વધુ લોકોને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા
- કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવાજનોને 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર સહાય જાહેર
- મોતના આંકડામાં 10થી વધુ બાળકોનો સમાવેશ, મોતનો આંકડો વધુ શકી છે
- મોરબી બાંધકામ સમિતિના ચેરમેન ઘટના સ્થળે
- CM ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી જવા રવાના
- CM ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા
- મંત્રી બ્રિજેશ મેરજાએ 40થી વધુના મોત થયા હોવાનું જણાવ્યું
- તાત્કાલિક સારવાર કઇ રીતે આપી શકાય તે અમારી પ્રાથમિકતા છે: હર્ષ સંઘવી
- 70થી વધારે ઇજાગ્રસ્તો ​​​​​​ને હોસ્પિટલ પહોંચાડાયા: હર્ષ સંઘવી

પાલિકાના ચીફ ઓફિસરનો ઓરેવા ટ્રસ્ટ પર આક્ષેપ
મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, પુલનો કોન્ટ્રાક આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતા નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો એટલે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે.. તેઓએ કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રીનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજુબત છે? તેની ગુણવત્તા ચકાસ્યા વગર તંત્રને જાણ કર્યા વગર પુલ ચાલુ કરી દેવતા આ ઘટના બન્યા બાદ હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પુલના કામ બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતુ.

રાષ્ટ્રપતિ મુર્મુએ દુ:ખ વ્યક્ત કર્યું

અમિત શાહે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કર્યું

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

CM ભૂપેન્દ્ર પટેલ મોરબી જવા રવાના
મોરબી દુર્ઘટના અંગે PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ અને અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. જ્યારે CM ભૂપેન્દ્ર પટેલ કેવડિયાનો કાર્યક્રમ પડતો મૂકીને ગાંધીનગર પહોચ્યા છે. જ્યાંથી મોરબી જવા રવાના થયા છે. તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી સહિતના નેતાઓ મોરબી જવા રવાના થયા છે.

મોરબી દુર્ઘટનાથી અત્યંત દુઃખી છું: PM મોદી
PM મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

PM નરેન્દ્ર મોદીએ દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત: PMO

PMO દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, મોરબીની દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની મોકલવા કહ્યું છે. તેમણે પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.

દુર્ઘટનાથી વ્યથિત છું, રાહત અને બચાવ કામગીરી ચાલુ છેઃ CM ભૂપેન્દ્ર પટેલ
દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે. ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

CM ભૂપેન્દ્ર પટેલે આ અંગે વધુ જણાવ્યું કે, મોરબીની દુર્ઘટના અંગે PM નરેન્દ્ર મોદીએ મારી સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. પ્રધાનમંત્રીએ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવા અંગે તથા તંત્રને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું છે.

વધુમાં તેમણે લખ્યું કે, મોરબીની દુર્ઘટનાને પગલે PM સાથેના આગળના કાર્યક્રમોને ટૂંકાવીને ગાંધીનગર પહોંચી રહ્યો છું. ગૃહ રાજ્યમંત્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.

કેજરીવાલે પણ કર્યું ટ્વિટ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોરબી દુર્ઘટના પર ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતથી ખુબજ દુઃખદ સમાચાર મળી રહ્યા છે. મોરબીમાં બ્રિજ તૂટવાથી કેટલાક લોકોના નદીમાં પડવાના સમાચાર છે. ભગવાનને તેમના જીવ અને સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.

અનેક લોકોના મોતની આશંકા
આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એસપી સહિતના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો બચાવ કાર્યમાં જોડાયા છે. બીજી તરફ 7થી 8 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તરવૈયાઓ પણ મોટી સંખ્યામાં પાણીમાં ઉતરીને લોકોને બહાર કાઢી રહ્યા છે.

બેસતા વર્ષે ખુલ્લો મૂકાયો હતો
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 7 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.

વર્ષ 1879માં પુલનુ ખાતમુહૂર્ત કરાયું હતું
ઝૂલતા પુલ વિશે વાત કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.

અન્ય સમાચારો પણ છે...