મોરબી નજીકના સોખડાની પ્રાથમિક શાળામાં અનુ.જાતિની મહિલા ભોજન બનાવતી હોઇ, બાળકોએ જમવાનું બંધ કરી દેતાં વિવાદ સર્જાયો છે. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નાયબ મામલતદાર ,કેળવણી નિરીક્ષક અને શિક્ષકની ટીમની નિમણૂક કરી તપાસ સમિતિ બનાવી તાત્કાલિક તપાસ માટે સોખડા પ્રા. શાળામાં મોકલ્યા હતા. સમગ્ર ફરિયાદ અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં તેઓએ પ્રાથમિક શાળાના આચાર્ય,શિક્ષણ સમિતિ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનો સાથે બેઠક કરી તપાસ કરી હતી.
જેમાં બાળકો સ્વૈચ્છિક રીતે જમતા ન હોવાનું અને ગામમાં જ્ઞાતિ ભેદભાવ ન હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ મધ્યાહન ભોજન સંચાલિકા ધારાબેન મકવાણાએ પોતે અનુસૂચિત જ્ઞાતિના હોવાથી વાલીઓએ બાળકોને ન જમવાનું કહેવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા હતા.
બીજી તરફ સોખડા શાળાના પ્રિન્સિપાલ રત્નોતર બિંદીયાબેને જણાવ્યું હતું કે અમે બાળકોને જમવા સમજાવીએ છીએ, પણ બાળકો જમવાની ના પાડે છે બાળકો અહીં જ ભોજન લે તે માટે અમે પણ સાથે જમીએ છીએ. તો સરપંચ મેહુલ થેરેસાએ ઉમેર્યું હતું કે આ બાબતની અમને જાણ થતાં અમે બાળકોને ભોજન લેવા સમજાવટ કરી હતી.વાલીઓની સાથે પણ મિટિંગ કરી હતી અને તેઓને પણ સમજવવા પ્રયાસ કર્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન. વિડજાએ જણાવ્યું હતું કે, જાતિવાદનો મુદ્ો નથી. બાળકો જ જમતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.