તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:માળિયા વનાળિયા વિસ્તારને અંતે ગ્રામપંચાયતનો દરજ્જો

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય પંચાયત રૂરલ હાઉસિંગ ડેવલોપમેન્ટ વિભાગની જાહેરાત
  • મોરબીના સામાકાંઠા વિસ્તારના લોકોની વર્ષોની માંગ સંતોષાઇ

મોરબીના છેવાડાના માળિયા, વનાળિયા, ઉમિયાનગર, રામદેવનગર, શક્તિનગર વિસ્તારો લાંબા સમયથી અલગ ગ્રામ પંચાયત બનાવવા માટે ઝઝૂમી રહ્યા છે. ત્યારે આ વિસ્તારોની અલગ ગ્રામ પંચાયત બનાવવાની મંગણી અંતે સાકાર થઈ છે. જેમાં આ માટે ગુજરાત સરકારના પંચાયત રૂરલ હાઉસિંગ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને આ વિસ્તારોને અલગ ગ્રામ પંચાયતનું ગઠન કરવાની મંજુરી આપવામાં આવી છે. જેથી મોરબીના સામાકાંઠા વિસ્તારના લોકોની વર્ષો જૂની માગ સંતોષય છે.

મળતી માહિતી અનુસાર મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ એવા સમાળીયા, વનાળિયા, ઉમિયાનગર, રામદેવનગર, શક્તિનગરમાં વર્ષોથી કોઈ વિકાસ થયા ન હોવાના સ્થાનિકોનો આક્ષેપ હતો તેઓ દ્વારા વર્ષોથી અલગ ગ્રામ પચાયત ફાળવવા માંગણી કરતા હતા.સ્થાનિક અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓ તેમના વિસ્તારોની અલગ ગ્રામ પંચાયત બને તે માટે ગાંધીનગર સુધી અનેક વખત રજુઆત કરી હતી. તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ પણ આ મામલે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી.

અંતે આ માંગણીને ધ્યાને લઈને ગુજરાત સરકારના પંચાયત રૂરલ હાઉસિંગ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરી મોરબીના સામાકાંઠા વિસ્તારના માળીયા, વનાળિયા, ઉમિયાનગર, રામદેવનગર, શક્તિનગર વિસ્તારોની અલગ ગ્રામ પંચાયત બનાવવાની મંજુરી આપવામાં આવી છે. જે માળીયા વનાળિયા ગ્રામ પંચાયત નામથી ઓળખાશે. આ અલગ ગ્રામ પંચાયત બનવવાથી સ્થાનિકોને હવે સમસ્યાંથી રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...