અકસ્માતનો ભય:ગાળા પાસે બ્રિજ તૂટ્યાના મહિના પછી પણ સ્થિતિ યથાવત્

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
અત્યંત જર્જરિત બની ગયેલો નદી પરનો પુલ અકસ્માત સર્જ તે પહેલા રિપેરિંગ જરૂરી. - Divya Bhaskar
અત્યંત જર્જરિત બની ગયેલો નદી પરનો પુલ અકસ્માત સર્જ તે પહેલા રિપેરિંગ જરૂરી.
  • મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સમસ્યાથી લોકોમાં રોષ

ગ્રામ્ય વિસ્તારમાં સબ સલામત અને સુવિધાના દાવા કરતી સરકાર પાયાની સુવિધા તથા રસ્તા અંગે અભિમાન કરતી હોય છે. અનેક વખત એવું બન્યું કે, સરકારના કેટલાક નેતાઓ રસ્તાઓ મુદ્દે બોલે એના કરતા હકીકત સાવ જુદી જ હોય છે. માત્ર હાઈવે કે મહાનગર જ નહીં પણ ગ્રામ્ય વિસ્તાથી મુખ્ય રસ્તા સુધીના માર્ગ પણ બિસ્માર હાલતમાં છે એવું નિરિક્ષણ ભાગ્યે જ કોઈ નેતા કરે છે. ગ્રાઉન્ડ રિયાલિટી ગ્રામ્ય વિસ્તારની સાવ જુદી જ રહી છે. આવી જ એક હકીકત મોરબી પાસે આવેલા ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે.

ઔદ્યોગિક પરિવહન માટેના ટ્રકની મોટાભાગે જ્યાંથી અવરજવર ચાલુ રહે છે તેવા મોરબી તાલુકાના ગાળા ગામનો પુલ ઘણા સમયથી બંધ છે. તંત્રને અનેક વખત આ રસ્તાના રીપેરિંગ કરવા અને ફરી ચાલુ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જ્યારે આસપાસના ગામડાંના લોકોને હાલાકી વેઠવી પડે છે. કોઈ એક કે બે નહીં પણ દસ ગામના લોકોને આ રસ્તાને કારણે હાલાકી વેઠવી પડી રહી છે. રસ્તામાં કોઈ અકસ્માત થાય એવી પણ ભીતિ સેવાઈ રહી છે.

આ ઉપરાંત પુલ નીચેથી નદી વહે છે. કોઈ ગંભીર અકસ્માત થાય તો આ નદીમાં કોઈ ખાબકે એ નિશ્ચિત છે. પણ શહેરના વિકાસપ્રેમી સરકારને આવા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ દેખાતા નથી. તંત્ર પણ આવું કોઈ નિરિક્ષણ કરતું નથી. જેથી ભોગવવાનો વારો ગ્રામ્ય વિસ્તારની પ્રજાનો આવે છે.

અન્ય સમાચારો પણ છે...