નાની એવી વાતમાં લોકો એકબીજાને મારવા ઉતરી પડતા હોય તેવા અનેક બનાવ વધી રહ્યા છે. ત્યારે મોરબી નજીક શનાળા ગામે રહેતા અને રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા યુવકે તેના મિત્ર સાથે મજાક કરી હતી અને તે મિત્રના અન્ય મિત્રને સારું લાગ્યું ન હતું, આથી તેમણે યુવકને ટપાર્યો હતો, એવામાં વાત વધુ વણસી ગઇ હતી અને મારામારી સુધી પહોંચી ગઇ હતી. જેમાં પાવડાનો હાથો લાગતાં યુવકે પોલીસમાં ફરિયાદ કરતાં આગળની કાર્યવાહી આરંભાઇ છે.
મોરબી નજીક શનાળા ગામમાં રહેતા અને રીક્ષા ચલાવતા નીતિન ધનજી સોલંકી નામના શખ્સે ધુનડા રોડ પર આવેલા જીઈબી સ્ટેશન સામે તેના એક મિત્ર સાથે મજાક મશ્કરી કરી હતી. જે બાબતે શનાળા ગામમાં રહેતા શ્રીપાલસિંહ કૃષ્ણસિંહ ઝાલાને સારું લાગ્યું ન હતું અને મશ્કરી ન કરવાનું કહેતા નીતિને જેની મશ્કરી કરી હતી.
તે એનો મિત્ર હોય અને તેની સાથે મશ્કરીનો વ્યવહાર હોવાનું જણાવતાં તે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને નીતિનને પાવડાના ધોકા વડે મારામારી કરીને ઇજા પહોંચાડી હતી અને યુવકને ગાળો આપી જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરી હડધૂત કર્યો હતો. બનાવ અંગે નીતિને એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ડીવાયએસપી મુનાફ પઠાને તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.