તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિરામિક ઉદ્યોગ તરીકે નામના મેળવનાર મોરબી શહેરમાં રોડ રસ્તાની સ્થિતિ એકદમ કથળી ચૂકી છે. ખાસ કરીને નેશનલ હાઇવે ભંગાર હાલતમાં ફેરવાઈ જતા અકસ્માતની સંખ્યા વધી છે. મોરબીના ત્રાજપર ચોકડીથી છેક લાલપર ગામ સુધીના સર્વિસ રોડ પર બે બે ફૂટના ખાડા થઈ ગયા છે. જેના કારણે અકસ્માત સાથે સાથે ટાઇલ્સ ભરીના નીકળતા ટ્રકની કમાન તૂટી જાય છે.
અને ટાઇલ્સમાં પણ લાખોનું નુકશાન થઈ રહ્યું લાલપર ગામ પાસેના સ્થિત સર્વિસરોડની હાલત છેવાડાના વિસ્તારોમાં રહેલા ગામડાના ગાડામાર્ગ કરતા પણ બદતર થઈ ગઈ છે. રાજ્યને સૌથી વધુ ટેક્સ રળી આપતાં શહેરની આ અવદશા સામે જોવા માટે સ્થાનીય કે રાજ્યના નેતાઓને ફુરસદ નથી. સિરામીક એસોસિએશનની ઓફીસ નજીક ઘણાબધા વાણિજ્ય કોમ્પ્લેક્ષ આવેલા છે.
ટ્રાફિક જામની કાયમી સમસ્યા
ખાડાની ઊંડાઈનો બિલકુલ ક્યાસ ન રહેતા દિવસ દરમ્યાન ઘણા વાહનચાલકોના વ્હિલ પર બોજો આવતા વ્હિલ નીકળી જવા જેવી અને વાહનોમાં નુકશાની જવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. નેશનલ હાઇવે ઓથોરિટી આ સંદર્ભે વાહનોની અધોગતિ નિવારવા આ સર્વિસરોડને બનાવે એવી લોક માંગણી પ્રબળ બની રહી છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.