તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઇમ્પેક્ટ:મોરબી સિવિલમાં RTPCR મશીન બીજા દિવસથી કાર્યરત

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં કોરોનાની બીજી લહેરમાં હજારો દર્દીઓ ભોગ બન્યા બાદ ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે પરંતુ ત્યારે જિલ્લાનું એકમાત્ર આરટીપીસીઆર મશીન પંદર દિવસથી બંધ હતું જે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે હતું, દિવ્યભાસ્કરના અહેવાલના પગલે આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું અને બીજા દિવસે જ મશીન ચાલુ થઈ ગયું છે. જેથી હવે જેમને બહારગામ જવાનું છે તેમને ફરજિયાત રિપોર્ટ જરૂરી છે તેમને 72 કલાકમાં જ રિપોર્ટ મળી જશે અને ખાનગી લેબોરેટરીમાં નાણાં ખર્ચીને રિપોર્ટ નહીં કરાવવો પડે.

મોરબી જિલ્લામાં દૈનિક ૭૦૦-૮૦૦ કોરોના ટેસ્ટ માટેના સેમ્પલો જામનગર મોકલવામાં આવતા હતા, જે બે થી ચાર દિવસે પરત આવતા હતા. મોરબી સિવિલ ખાતે જિલ્લા આખાના માત્ર બે મશીન હતા જેમાં એક તો સ્ટેન્ડબાય હતું પરંતુ રેગ્યુલર મશીનમાં મોટરનો પ્રોબ્લેમ આવતાં પંદર દિવસથી બંધ હતુ. આ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર પ્રદીપ દુધરેજીયાએ ત્રણ દિવસમાં મશીન શરૂ થઈ જવાની ખાતરી આપી હતી પરંતુ દિવ્ય ભાસ્કરમાં આ અંગેનો અહેવાલ પ્રગટ થતા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધા હતા જેના કારણે બીજા જ દિવસે શરૂ થઈ ગયું છે હવે મોરબીમાં જ સેમ્પલ ટેસ્ટ કરવાના હોવાથી ઝડપથી રિપોર્ટ મળી જશે. નોંધનીય છે કે એક સ્ટેન્ડબાય મશીન પણ કાર્યરત રખાયું છે જેથી એક મશીનમાં ફોલ્ટ આવે તો બીજું કામ આપી શકે. જે તે સમયે કોરોનાના કેસ નહીંવત થઇ જતાં આરોગ્ય તંત્રએ મશીન 15 દિવસથી બંધ હોવા છતાં આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી. પરંતુ અહેવાલ આવતાંની સાથે જ તંત્રના પગ હેઠળ રેલો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...