તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચાર:મોરબીના ગાંધીચોકથી રવાપર જતા રસ્તાને એક માસ પહેલાં જ રિપેર કરાયો, અત્યારે ગાબડાંથી સુશોભિત

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીના તમામ રોડ રસ્તાઓ પર ખાડાઓ અને ગાબડાઓ શોભાયમાન છે. એક-બે રસ્તાઓને બાદ કરતા કોઈ રસ્તા પર ચાલી શકાય નહીં તેવી સ્થિતિ છે. શહેરના ગાંધી ચોકથી રવાપર રોડ તરફ જતો રસ્તો હજુ એક મહિના પહેલા જ બનાવ્યો હતો. અને તેમાં મસમોટા ગાબડાઓ પડી ગયા છે. એક તો તંત્ર ચોમાસામાં રોડ બનાવે એ જ બુધ્ધિનું પ્રદર્શન છે. ઉપરથી આ રોડ કામમાં મસમોટા ભ્રષ્ટાચાર થયેલા હોય તે સાબિતી આ ગાબડાં આપે છે, બની શકે કે આરામથી ભ્રષ્ટાચાર કી શકાય તે માટે જ ભર ચોમાસે આવી રિપેરિંગની કામગીરી થતી હશે, જેથી જલદી તૂટી જાય અને મલાઇ તારવી શકાય!

અન્ય સમાચારો પણ છે...