કામગીરી:વાંકાનેર યાર્ડના ખેડૂત વિભાગની બાકી મતગણતરી કાલે કરાશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણામથી નારાજ પક્ષે પિટિશન કરતા ગણતરી અટકી હતી
  • વેપારી અને ખરીદ વેચાણ વિભાગની મતગણતરી પૂર્ણ

વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ જાન્યુઆરીમાં યોજાયો હતો અને એક વિભાગની મત ગણતરીમાં પક્ષકારોને વાંધા પડતાં તેના મતોની ગણતરીને મોકૂફ રાખવામાં આવી હતી અને જે તે પક્ષે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જ્યારે અન્ય બે વિભાગ જેમ કે વેપારી અને ખરીદ વેચાણ વિભાગની મતગણતરીને પૂર્ણ કરીને પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું જ્યારે ખેડૂત વિભાગના મતોની ગણતરી આવતીકાલે તા.19ના રોજ થશે.

વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણી કાર્યક્રમ અંતર્ગતનું મતદાન ગત. તા.11 જાન્યુઆરીના રોજ યોજાયુ હતું. ખેડૂત વિભાગની મતદાર યાદી સામે ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ સમક્ષ દાખલ થયેલી ત્રણ પીટીશનના કારણે ખેડૂત વિભાગના તમામ મતપત્રોની મતગણતરી પૂર્ણ થઇ ન હતી. વેપારી વિભાગ અને ખરીદ-વેચાણ વિભાગની તારીખ 12મી જાન્યુઆરી-ના મતગણતરી પૂર્ણ કરી પરીણામ જાહેર કરવામાં આવેલ હતું.

ગત તારીખ 12મી એપ્રિલ-2022 ના રોજ ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ દ્વારા ખેડૂત વિભાગની મતદાર યાદી સબંધે જે પીટીશન દાખલ થયેલી તેમાં ઓરલ ઓર્ડર કરવામાં આવેલ છે. ખેડૂત વિભાગના મતગણતરી માટે બાકી રહેતા મતપત્રો પૈકી જે મતપત્રોની ગણતરી કરવાની થાય છે. તેની મતગણના તારીખ 19મી એપ્રિલના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરનું કાર્યાલય, મુ.ચંદ્રપુર, તા.વાંકાનેર ખાતે સવારે 9 કલાકથી હાથ ધરાનાર છે, જેની ખેડૂત વિભાગના ઉમેદવારો, ખેડૂત વિભાગના મતગણતરી એજન્ટોએ નોંધ લેવા સહકારી મંડળીઓને મોરબીના જિલ્લા રજીસ્ટ્રાર ડી.વી.ગઢવીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...