લમ્પી રોગથી પશુઓને બચાવવા માગ:મોરબીમાં એનીમલ કેર સેન્ટર શરુ કરવા ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે કલેકટરને રજૂઆત કરી

મોરબી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લમ્પી સ્કિન નામના રોગથી પશુઓને બચાવવા અપીલ

મોરબી જીલ્લામાં ગૌવંશને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે એનીમલ કેર સેન્ટર શરુ કરવાની તાતી જરૂરિયાત હોય જેથી એનીમલ કેર સેન્ટર શરુ કરવા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

રોગનો વ્યાપ અટકે તે અનુસંધાને તાત્કાલિક પગલાં લેવા માંગ
ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ રજૂઆત કરી જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં હાલ ગાય અને ગૌવંશમાં લમ્પી સ્કિન નામનો રોગ વધી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં અને ગૌવંશ અને ગાયો દૈનિક મૃત્યુ પામે છે. ત્યારે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નક્કર પગલા લેવામાં આવે અને આ રોગનો વ્યાપ અટકે તે અનુસંધાને તાત્કાલિક પગલાં લેવામાં આવે સાથે દરેક ગ્રામ પંચાયત દ્વારા એનિમલ કેર સેન્ટર શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ગૌવંશ અને ગાયોને રોગમાંથી મુક્ત રાખી સકાય.

કામધેનુ એનિમલ કેર સેન્ટરેપશુઓને બચાવવા અપીલ કરી
વધુમાં જણાવ્યું હતું કે, ટંકારા તાલુકાના લજાઈ ગામે દસ દિવસ પહેલા 4થી 5 રોજના ગૌવંશના મૃત્યુ થતા હતા. હાલમાં કામધેનુ એનિમલ કેર સેન્ટર શરૂ કરતાં હાલ એક પણ ગૌવંશ મૃત્યુ પામતા નથી. જેથી ગૌવંશ બચી જાય છે. તેથી તેમણે કલેક્ટરને પણ લજાઈ ગામે ચાલતા કામધેનુ કેર સેન્ટરની મુલાકાત લઈ અન્ય ગામોમાં ગ્રામ્ય પંચાયત દૂધ મંડળીને આ પ્રકારની જવાબદારી આપી લમ્પી સ્કિન નામના રોગથી પશુઓને બચાવવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...