તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MLAનો દાવો:મોરબીમાં મચ્છુ નદી પર રિવરફ્રન્ટ બનવાની શક્યતા ઉજળી બની

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલગ અલગ ગ્રાન્ટમાંથી 6.97 કરોડની ફાળવણીનો MLAનો દાવો
  • જો કે હવાઈ કિલ્લાને બદલે ખરેખર કામ કયારે શરૂ થશે તે સવાલ

મોરબીમાં લાંબા સમયથી ફરવા લાયક સારા સ્થળનું નિર્માણ કરવા લોક માંગ પ્રવર્તી રહી છે. પાલિકાતંત્ર અગાઉ માત્ર બજેટમાં રિવર ફ્રન્ટ, સાઇકલ ટ્રેક અને પિકનિક સેન્ટરની જાહેરાત કરી લોકોને માત્ર સપના દેખાડી રહ્યું છે.ત્યારે હવે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ રિવરફ્રન્ટ કામગીરી શરૂ કરવામાં આવશે તેનો મુદ્દો ઉપાડયો છે.

આ અંગે બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે શહેરમાં રીવર ફ્રન્ટનું નિર્માણ થાય તે માટે ગુજરાત શહેરી વિકાસ મિશનમાં ફોલોઅપ કરી મચ્છુ નદી ઉપર મહાપ્રભુજીની બેઠક પાસે સ્વતંત્ર પર્વની ગ્રાન્ટમાંથી રૂ. ૧ કરોડ ૮૦ લાખના ખર્ચે તેમજ જૂના પાવર હાઉસ એટલે કે પી.જી.વી.સી.એલની ઓફિસ પાસે નદી કાંઠે ૧૪માં નાણા પંચમાંથી રૂ. ૫ કરોડ ૧૭ લાખના ખર્ચે રિવરફ્રન્ટ યોજના સાકારિત થાય તે માટે આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ, શહેરી વિકાસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી હોવાનું તેમજ આયોજનનું કામ ટૂંક સમયમાં હાથ ધરાશે તેવું આશ્વાસન આપ્યું હતું.મોરબીને રિવરફ્રન્ટની સુવિધા મળતા મોરબીના નાગરિકો માટે હરવા ફરવાનું એક નવું નજરાણું ઉપલબ્ધ થશે.

આ રિવરફ્રન્ટ પ્રોજેકટમાં ધોલપુર પથ્થર અને કોટા સ્ટોન વપરાશે તેમજ RCC ની પ્રોટેકશન વોલ, રબર મેશનરી વોલ, બેસવા માટે ડિઝાઇન કોલ બેન્ચીસ વિગેરે સિસ્ટમાઇઝ બ્યુટિફિકેશનથી એક અલગ જ ચાર્મ રિવરફ્રન્ટને અપાય તે જોવા ધારાસભ્ય દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. હવે ધારાસભ્યનો આ દાવો કેટલો સાચો સાબિત થાય છે અને લોકોને ખરેખર રિવરફ્રન્ટ મળશે કે કેમ તે સમય આવે જ ખ્યાલ આવશે.

અન્ય સમાચારો પણ છે...