જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન:મોરબી જિલ્લામાં પીજીવીસીએલ ટીમે ઊર્જા બચતના સંદેશા સાથે રેલી યોજી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન

આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજ રોજ વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી ફેલાવાવા અને અવગત કરાવવા રેલીનું આયોજન કરેલ હતું. જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટના વિતરણ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યોહતો.

તેમજ પી.જી.વી.સી.એલ. મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર વિ. એલ. ડોબરીયા એ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.વધુમાં, આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આવનારા દિવસોમાં તબક્કાવાર પી.જી.વી.સી.એલ. મોરબી વર્તુળ કચેરી હેઠળ અલગ-અલગ જનજાગૃતિના અભિયાન/કાર્યક્રમ કરવાનું આયોજન છે.

જેના ભાગરૂપે તા. 06.ડિસેમ્બરના રોજ ડિમાન્ડ સાઈડ મેનેજમેન્ટ તથા સૂર્ય ઉર્જા તેમજ ઉર્જા બચત અંગે અલગ-અલગ જગ્યાએ સેમિનાર તથા તા. 16. નવેમ્બરના રોજ વિવિધ ગ્રાહકો અને એસોસિયેશન સાથે ઉર્જા વિભાગની વિવિધ યોજનાઓની માહિતી વિશે પરિસંવાદનું આયોજન તેમજ તા. 15.ડિસેમ્બર ના રોજ ઉર્જા બચત અને વીજ સલામતી અંગે બાળપણથી જાગૃતિ કેળવવાના આશયથી સ્કૂલ કક્ષાએ ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે​​​​​​​

અન્ય સમાચારો પણ છે...