ખાતમુહૂર્ત:મોરબીની પ્રજાને બિસ્માર રસ્તાના ત્રાસમાંથી જલદી મળશે છુટકારો

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેતાઓને અચાનક જ લોકોને પીડા આપતા પ્રશ્નો યાદ આવ્યા
  • પાલિકાં વિસ્તારમાં મંજૂર થયેલા 6 માર્ગના ખાતમુહૂર્ત

દિવાળી પર્વ બાદ મોરબીમાં પાલિકા વિસ્તારમાં તેમજ જિલ્લા કક્ષાએ રોડ રસ્તાના વિકાસ કામના ખાત મુહૂર્તના કામ જોરશોરથી ચાલી રહ્યા છે. તાજેતરમાં માળિયા તાલુકામાં રોડના કામના ખાત મુહૂર્ત થયા બાદ રાજ્યકક્ષા મંત્રી બ્રિજેશ મેરજા વિકાસના કાર્યનું ખાતમુહૂર્ત માટે મોરબી આવી પહોંચ્યા હતા. જેમાં તેમણે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારના રસ્તાઓને વ્યવસ્થિત કરવા માટે રસ્તાનું ખાતમૂહુર્ત કર્યું હતું.

વર્ષોથી રસ્તાની સમસ્યાને લઈને પીડાઈ રહેલી પ્રજાને હવે મગરમચ્છની પીઠ જેવા રસ્તાથી કાયમી છૂટકારો મળશે કે નહીં એ તો સમય કહેશે. પણ ચૂંટણીના પડઘમ વાગતા જ શાસકપક્ષના નેતાઓને અચાનક જનતાની મુશ્કેલીનો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે યુદ્ધના ધોરણે પાયાના પ્રશ્નોનો નીવેડો લાવવા માટે તેઓ દિવસ રાત દોડી રહ્યા છે. મોરબીમાં બ્રિજેશ મેરજાએ આશા પાર્ક હનુમાનજી મંદિર ચોક સર્કિટ હાઉસ સામે આશરે રૂ.45.59 લાખના રસ્તાનું મૂહુર્ત કર્યું છે.

આ ઉપરાંત મોરબીના હરિપાર્ક મેઈનરોડ, વિદ્યુતનગરની બાજુમાં, નવલખી રોડ કેદારિયા હનુમાનથી ગાયત્રી આશ્રમ સુધી, વાવડી રોડ, સાધુ વાસવાણી રોડ, સુમિતનાથ સોસાયટી સહિતના નવા રસ્તાઓ માટે ખાત મૂહુર્ત કર્યું છે. લોકોને રસ્તા જેવી પાયાની સુવિધા માટે લાંબા સમયથી ફરજિયાત સહન કરવું પડે એવી સ્થિતિ રહી છે. જોકે, આટલા મોટા પ્રોજેક્ટ બાદ આખરે ક્યારે રસ્તાઓ સુવ્યવસ્થિત થશે એ તો સમય કહેશે. પણ હાલ તો નેતાઓ પ્રજાને રીઝવવા કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...