તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીનો ખર્ચ વહન કરવા પહેલ:ઓરેવા ગ્રૂપ પોતાના કર્મીઓનો વેક્સિનનો ખર્ચ ઉઠાવવા તૈયાર

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારને પત્ર લખ્યો, પીપીપી મોડલ પર કોરોના રસીનો ખર્ચ વહન કરવા પહેલ

દેશ અને દુનિયામાં 2020ના વર્ષને કોરોના મહામારીએ પોતાનો શિકાર બનાવી લીધું, જેના કારણે તમામ દેશોના ઉદ્યોગ ધંધાને મોટા પાયે ફટકો પડયો છે.આવા સમયે કોરોનાથી લોકોને બચાવવા વેકસીન જરૂરી છે. જો કે 130 કરોડ વસ્તી માટે વેક્સિનનો ખર્ચો ઉંચો થાય છે. દેશના છેવાડાના માનવી સુધી વેક્સિન પહોંચાડવા સરકારે મોટા ભાગની તૈયારી પૂર્ણ કરી દીધી છે. અથવા તૈયારી પૂર્ણ થવા પર છે.

આ રસીકરણથી સરકાર ઉપર આર્થિક ભારણ પણ વધવાનું છે. તેવા સમયે દેશના જરૂરિયાતમંદ લોકોને રસી મળી રહે અને સરકારનો ખર્ચ પણ ઘટી શકે તે માત્ર મોરબીના ઉદ્યોગપતિ અને ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખભાઈ પટેલે રાજ્ય સરકારને પત્ર લખી ઓરેવા ગ્રુપના તમામ કર્મચારીઓનો વેક્સિનનો ખર્ચ જાતે જ ઉપાડવાની તૈયારી દાખવી છે.

એઇમ્સના અગ્રણી આરોગ્ય ચિકિત્સક તેમજ ઘણા મહાનુભાવોએ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી આ મહા અભિયાનમાં કામ કરવા આહવાન કર્યું છે. મોરબીની અજંતા ઓરેવા ગ્રુપમાં 5000થી પણ વધુ કર્મચારીઓ છે. આજુબાજુના 60 કિલોમીટર સુધીના વિસ્તારમાં પથરાયેલા ઘણા બધા ગામોના કર્મચારીઓ ઓરેવા ગ્રુપ સાથે જોડાયેલા છે. ત્યારે આ ગ્રૂપે ગુજરાત સરકારને પત્ર લખીને તેના કર્મચારીઓ માટે કોવિડ -19ની રસીકરણનો ખર્ચ ઉઠાવવાની કંપનીએ ઈચ્છા વ્યક્ત કરી છે.

કોર્પોરેટ, મલ્ટિ નેશનલ કંપનીને જોડાવા અપીલ
દેશની દરેક કોર્પોરેટ તેમજ મલ્ટીનેશનલ કંપનીઓ તેમના કર્મચારીને કોરોનાની આ અતિ ખર્ચાળ રસી સરળતાથી આપે અને ખર્ચ પીપીપી આધારિત કરે અને આ પ્રકારે સામુહિક પ્રયાસ કરવામાં આવે તો રસી સરળતાથી મળી શકે અને સાથે બધા જનસમુદાયને રસી સમયસર મળી શકે.તેમ અજંતા ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખભાઈ પટેલે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો