• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • The Number Of Dengue Cases In Morbi District Has Tripled This Year Compared To Last Year, Raising Concerns Of The System

હવે ડેન્ગ્યુ ડરાવે છે:મોરબી જિલ્લામાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના કેસ ત્રણ ગણા વધ્યા, તંત્રની ચિંતામાં વધારો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 ઓકટોબર સુધીમાં સત્તાવાર 75 કેસ સામે આવ્યા, બીજી તરફ મેલેરિયાના કેસમાં પણ સામાન્ય વધારો, અત્યાર સુધીમાં 288 કેસ
  • મોરબીમાં મિશ્ર ઋતુના પગલે 10 મહિનામાં શરદી- ઉધરસના 29,421 કેસ નોંધાતા કોરોના સામે લડતું આરોગ્ય તંત્ર વાઇરલ બીમારી સામે જંગે ચડ્યું

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેરે કાળો કેર વર્તાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા .બીજી તરફ વાયરલ ફલૂ, મેલેરિયા, ડેન્ગ્યુના કેસ પણ વધ્યા છે. ચાલુ વર્ષે ડેન્ગ્યુના સતાવાર રીતે 75 કેસ નોંધાયા છે.જો કે ખાનગી ક્લિનિકમાં થતા ટેસ્ટ ઉમેરવામાં આવે તો આ આંક હજુ ઉંચો જઇ શકે છે. બિન સતાવાર રીતે આ આંકડો 500થી પણ વધુ હોવાનું તબીબો જણાવી રહ્યા છે.બીજી તરફ શરદી ઉધરસના કેસમાં ઘટાડો આવ્યો છે. 2020માં 45,108 કેસ નોંધાયા હતા, તે જો કે 2021માં ઘટીને 29,421 કેસ થયા છે.

મોરબી જિલ્લામાં ગત વર્ષ કરતા શરદી ઉધરસના કેસ ઘટયા છે. જો કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધ્યા છે. મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના સતાવાર રીતે ઓકટોબર મહિનામાં ડેન્ગ્યુના માત્ર 75 કેસ નોંધાયા છે. ગત વર્ષે ઓકટોબર મહિના સુધીમાં માત્ર 25 કેસ નોંધાયા હતા.આમ ગત વર્ષની તુલનામાં ત્રણ ગણા કેસ નોંધાયા છે. તો ચિકનગુનિયાના કેસમાં પણ વધારો થયો છે. આરોગ્ય વિભાગના મતે ઓગસ્ટ મહિના સુધીમાં 4 કેસ નોંધાયા છે.ગત વર્ષની સરખામણીમાં માત્ર એક કેસ નોંધાયો હતો. બીજી તરફ ચાલુ વર્ષે શરદી ઉધરસના 29,421 કેસ નોંધાયા છે.

તો 2020ના વર્ષમાં 45,108 કેસ નોંધાયા હતા.આમ શરદી ઉધરસના કેસ ઘટયા છે. આ સિવાય ઝાડા ઉલ્ટીના કેસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઓકટોબર મહિનાના 10,321 કેસ નોંધાયા તો ગત વર્ષે 2020માં 12,889 કેસ નોંધાયા હતા. ઓગસ્ટ મહિનામાં તડકા અને સપ્ટેમ્બર વરસાદ એમ એક સાથે બે મોસમનો અનુભવ થતા હોવાથી સપ્ટેમ્બર મહિનામાં તાવ શરદીના કેસ વધ્યા હતા. જો કે ચાલુ મહિનામાં કેસ ઘટાડો જોવા મળ્યો છે.

જિલ્લામાં 15 દિવસમાં 1.63 લાખ ઘરનો સરવે
મોરબી જિલ્લામાં મચ્છર જન્ય બીમારીમાં થયેલા વધારા બાદ આરોગ્ય વિભાગની ટીમે 2600 જેટલા આરોગ્ય કર્મીઓની ટીમ મેદાનમાં ઉતારી ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો હતો અને છેલ્લા 15 દિવસમાં 1,63,489 ઘરમાં 8,09,152 લોકોનો સર્વે કર્યો હતો. જિલ્લામાં 6,21,207 સ્થળ પર દવાનો છંટકાવ કર્યો હતો તો 3473 પાત્રમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છરના પોરા જોવા મળતાં તેની સફાઈ કરાવી મચ્છર ઉત્પતિનો નાશ કરાવ્યો હતો.

શહેર અને આસપાસના વિસ્તારમાં કેસ વધ્યા
જિલ્લામાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના કેસ વધ્યા છે. મોરબી નજીક રવાપર, મહેન્દ્રનગર લાલપર નજીકના ગામમાં કેસ વધ્યા છે. બીજી તરફ શહેરી વિસ્તારોમાં પણ કેસનું પ્રમાણ વધ્યું છે. જો કે ડેન્ગ્યૂ કે ચિકનગુનિયાથી મોતના કોઈ બનાવ સામે નથી આવ્યા તેમ ડો.સી એલ વારેવડીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...