તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:મોરબીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 100ને પાર

મોરબી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સંક્રમિતનો આંક વધી 104 થયો, મોતનો આંક ચોપડે વધ્યો નથી
 • 28 દર્દીને રજા અપાઇ, હવે એક્ટિવ કેસ 882 પર પહોંચ્યા

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા રિપોર્ટ મુજબ કુલ 1886 દર્દીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી 104 દર્દી પોઝિટિવ આવ્યા હતા. આ 104 દર્દીમાં 31 મોરબી શહેર,47 ગ્રામ્યમાં આવ્યા હતા.

જો કે વાંકાનેરમાં માત્ર એક જ કેસ પોઝિટિવ મળ્યો હતો.આ ઉપરાંત હળવદ શહેરમાં 4 અને ગ્રામ્યમાં 7 કેસ આવ્યા હતા.ટંકારામાં 12,માળીયામાં 2 કેસ આવ્યા હતા. બીજી તરફ મંગળવારે 28 દર્દી સ્વસ્થ થયા હતા.જો કે આરોગ્ય વિભાગના ચોપડે એક પણ દર્દીનું મોત થયું ન હતું. મોરબી જિલ્લાની મંગળવારે જાહેર થયેલી સ્થિતિ મુજબ કુલ 2,66,070 દર્દીના સેમ્પલ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 5583 દર્દી પોઝિટિવ મળ્યા હતા.જેમાંથી 4360 સ્વસ્થ થઈ ચૂક્યા છે તો 80 દર્દી કોરોના સામેની જંગ હારી ગયા છે.

જો કે ખાનગી હોસ્પિટલમાં મોતનો સાચો આંક જાણવા અને ઉમેરવામાં આવે તો મોતનો આંક અનેકગણો વધી જાય તેમ છે. છતાં મોતની સંખ્યા છૂપાવવાની તંત્રની નીતિ હજુ પણ યથાતથ જ રહી છે. જયારે મોરબી જિલ્લામાં હજુ પણ 882 દર્દી અલગ અલગ હોસ્પિટલમાં તેમજ કોવિડ સેન્ટર વગેરે સ્થળે કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો