ઘર વાપસી:મોરબીમાં દાદી પાસે જવા નવ વર્ષની દીકરી ઘરેથી એકલી નીકળી, પોલીસે પરિવારને સોંપી

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેન્દ્ર ડ્રાઇવ રોડ પરથી મળેલી બાળકીનું શી ટીમે કરાવ્યું પરિવાર સાથે મિલન

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમને મહેન્દ્ર ડ્રાઈવ રોડ પરથી 9 વર્ષની બાળકી એકલી અટૂલી મળી આવી હતી, જે બાદ એ ડિવિઝન પોલીસે ટીમ કાઉન્સેલિંગ કરી તમામ વિગતો મેળવી હતી.પરિવારને બોલાવી પરીવાર સાથે મિલન કરાવ્યું હતું.

શી ટીમ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મોરબીમાં મહેન્દ્ર ડ્રાઇવ રોડ ગોલા બજારમાંથી એક નાની બાળકી એકલી મળી આવતા તેની પુછપરછ કરી હતી અને મહિલા સ્ટાફ દ્વારા પ્રેમ પૂર્વક સમજાવી તેના નામ અને પરિવાર વિશે પુછપરછ કરી હતી .

જેમાં બાળકીએ પોતાનું નામ સોનમબેન રામભાઇ નિનામા હોવાનું મૂળ એમપીના ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના વતની હોવાનું અને તેના માતા- પિતા મોરબી ખાતે રહેતા હોય જયારે બાળકીના દાદી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેક ના કારખાનામાં રહેતા હોય ત્યા જવું હોય જેથી ઘરેથી એકલી નીકળી ગઇ હોવાનું જણાવ્યું હતું.

જેથી તેના માતા-પિતા તથા દાદીનો સંપર્ક કરી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેકના કારખાનામાં જઇ તેના પરીવાર સાથે મિલન કરાવી બાળકીને તેના માતા-પિતા તથા દાદીને સોંપી દીધી છે. આ કામગીરીમાં પીઆઈ એમ.પી.પંડ્યા,મોનાબેન કિરણસિંહ, સોનલબેન સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...