તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • The New President Of Morbi District Panchayat Will Come From SEBC, The State Development Commissioner Issued A Notification

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:મોરબી જિલ્લા પંચાયતના નવા પ્રમુખ SEBCમાંથી આવશે, રાજ્ય વિકાસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીને લઈ એક તરફ રાજકીય પક્ષો કોને ટિકિટ આપવી અને કોની ટિકીટ કાપવાની મથામણમાં પડ્યું છે.તો બીજી તરફ તંત્ર દ્વારા પણ ચૂંટણીને લગતા જાહેરનામાં પ્રસિધ્ધ કરી રહ્યા છે. અને તેના ભાગ રૂપે વિકાસ કમિશ્નર દ્વારા રાજ્યની જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે રોટેશન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. વિકાસ કમિશ્નરની નવી જાહેરાત મુજબ મોરબી જિલ્લા પંચાયતમાં હવે નવી ચૂંટાયેલ બોડીના પ્રમુખ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના રહેશે.

રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પડઘમ તેજ થઇ ચુક્યા છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની શોધખોળ શરુ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારે રાજય વિકાસ કમિશનર દ્વારા તમામ જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રમુખ પદ માટે અનામત રોટેશન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામાં મુજબ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ એસ.ઇ.બી.સી.માંથી હોવાની જાહેરાત કરી છે. આથી, આગામી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી બાદ ચૂંટાયેલી બોડીમાંથી પ્રમુખ એસ.ઇ.બી.સી.માંથી આવશે. વિકાસ કમિશ્નર દ્વારા જાહેરાત બાદ હવે રાજકીય પક્ષોએ પક્ષમાંથી પ્રમુખ માટે જરૂરી સોગઠાં ગોઠવવાની શરૂઆત કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો