ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના રાજકોટ ડિવિઝનમાં આવતા મોરબીના નવા બસ સ્ટેશન અને વાંકાનેર બસ સ્ટેશનને રૂ. 543.56 લાખના ખર્ચે આધુનિક અને સુવિધા સભર બનાવવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. અને ૪-૦૬-૨૦૨૧માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જો કે આ કામ સમય મર્યાદામાં પૂર્ણ થઈ શક્યું ન હતું, જે એક વર્ષમાં પૂર્ણ કરવાનું કામ બે વર્ષે પણ પૂર્ણ થયું નથી અને હજુ બે મહિના જેટલું કામ બાકી રહ્યું છે.
છતાં હવે જેટલી રાહ જોવી પડી ,તેટલી નહીં જોવી પડે અને લાંબા ઇન્તેજાર બાદ નવું બસપોર્ટ તૈયાર થઇ ગયું છે. અને આગામી થોડા સમયમાં તેના લોકાર્પણની ઘડીઓ ગણાઇ રહી છે. નવા બસપોર્ટમાં બસસ્ટેન્ડમાં નીચે 22 દુકાન અને ઉપર 22 ઓફિસ નિર્માણ કરવામાં આવી છે. ઉપરાંત બસસ્ટેન્ડમાં અંદરની તરફે કેન્ટીન તેમજ અન્ય દુકાનો પણ બનાવવામાં આવી છે. હાલ મોરબીના નવા બસસ્ટેન્ડની કાયાપલટ કરીને આધુનિક શોપિંગ સેન્ટર સાથે નવું બસપોર્ટ બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે અને હવે ટૂંક સમયમાં જ આરસીસી વર્ક અને સિવિલ વર્ક હાથ ધરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.