નજીવી બાબતે મારપીટ:પડોશીએ 'તું બે દિવસ પહેલા ઝઘડો કરવા આવવાનો હતો તો આવ્યો કેમ નહીં' કહી યુવાન અને તેના પિતાને ઢોર માર માર્યો

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડોશીએ પોતાની ફરિયાદમાં કહ્યું- તે યુવાન પૂરપાટ ઝડપે ઘર આગળથી એક્ટિવા લઈ નીકળે છે, તો મેં ઠપકો આપ્યો હતો તેનું મનદુખ રાખી પિતા-પુત્ર ઝઘડો કરવા આવ્યા હતા

મોરબીના વેજીટેબલ રોડ પર નજીવી બાબતે ૨ પક્ષો બાખડ્યા હતા અને બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી . આ મુદ્દે બને પક્ષોએ એકબીજા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

એક્ટિવાની સ્પિડ બાબતે ઝઘડો થયો હોવાની ચર્ચા
બનાવની મળતી વિગત મુજબ કનકસિંહ તકુભા જાડેજાએ વનરાજસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે કે ભાગ્યલક્ષ્મી સોસાયટીના શિવમંદિરે દૂધ ચડવા ગયા હોય એ સમયે દૂધ ભૂલી જતા તેમનો પુત્ર ધ્રુવરાજસિંહ દૂધ દેવા આવતો હતો ત્યારે તેમની સોસાયટીમાં જ રહેતા વનરાજસિંહ ઝાલાએ ધ્રુવરાજસિંહને અટકાવી 'બે દિવસ પહેલા ઝઘડો કરવા આવવાનો હતો તો કેમ આવેલ નહી' તેમ કહી ગાળો આપવા લાગ્યા. જેથી કનકસિંહ અને ધ્રુવરાજસિંહ વનરાજસિંહને સમજાવવા જતા વનરાજસિંહે કનકસિંહ ને લાકડાના ધોકા વડે જમણા પગે તથા વાંસાના ભાગે માર મારેલ તથા ધ્રુવરાજસિંહને વાંસાના ભાગે માર મારેલ તથા ઝઘડામાં વચ્ચે છોડાવવા આવેલા કનકસિંહના પત્નીને પણ આરોપીએ ધક્કો મારતા જમણા હાથે ઇજા થઇ હતી. જે બાદ વનરાજસિંહ ઝાલાએ કનકસિંહને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી
​​​​​​​
જયારે સામા પક્ષે વનરાજસિંહ ભુપતસિંહ ઝાલાએ ધ્રુવરાજસિંહ અને કનકસિંહ જાડેજા વિરુદ્ધ વળતી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના ઘર પાસે શેરીમા ઉભા હોય ત્યારે ધ્રુવરાજસિંહે એકટીવા સ્પીડમા ચલાવી નીકળતા વનરાજસિંહએ એકટીવા ધીમુ ચલાવવા ઠપકો આપેલ હોય તે વાતનુ મનદુખ રાખી ધ્રુવરાજસિંહ અને કનકસિંહે વનરાજસિંહના ઘર પાસે આવી ગાળો આપતા વનરાજસિંહએ ગાળો આપવાની ના પાડતા આ બંને આરોપી ઉશકેરાય જઈ ધ્રુવરાજસિંહ એ લાકડાના ધોકાથી વનરાજસિંહ માથાના ભાગે તથા જમણા પગના ઢીચણે તથા ડાબી બાજુએ પડખાના ભાગે મારી તથા કનકસિંહેએ ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડતા વનરાજસિંહને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ બન્ને ફરિયાદના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ શરુ કરી છે

અન્ય સમાચારો પણ છે...