મેરજા મોરબી આવ્યા:મારા વિભાગની યોજના લોકો સુધી પહોંચાડવાની નેમ

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મારી પ્રાથમિકતા રાજય સરકારની વિવિધ યોજનાઓ અને મારા વિભાગ શ્રમ રોજગાર પંચાયત સહિતના ક્ષેત્રની યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચડવાની પ્રાથમિકતા છે.ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સમસ્યાઓ ઉકેલ લાવવા પ્રયાસ કરીશ તેમ જણાવી બ્રિજેશ મેરજાએ જનઆશીર્વાદ યાત્રા યોજી શહેર અને ગામડાં ખુંદ્યા હતા.

મંત્રી પદ મળ્યા બાદ પહેલી જ વાર મોરબી આવેલા મેરજાએ શહેરની તુલનામાં તેમણે ગ્રામ્ય પંથકમાં, પોતાના વતનમાં વધુ સમય આપ્યો હતો. આ યાત્રામાં એક બાબત એ સામે આવી હતી કે કાંતિ અમૃતિયા ભલે હાજરી આપે છે, પરંતુ તેમની અને તેમના સમર્થકોની નારાજગી ઉડીને આંખે વળગે તેવી છે. રે હળવદના ચરાડવા ખાતેથી માહાકાળી માતાજીના દર્શન સાથે તેમણે જન આશીર્વાદ યાત્રા શરૂ કરી હતી. જે નીચી માંડલ પહોંચી હતી, ત્યાં આગેવાનોએ મેરજાને ઘોડા ઉપર બેસાડીનેસ્વાગત કર્યું હતું .બાદમાં આ યાત્રા બેલા, જેતપર ગામે પહોંચી હતી. અજય લોરીયા સહિતનાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં આ યાત્રા અણિયારી ચોકડી, માળીયા મોટાભેલા ચમનપર, વવાણીયા પહોંચી અને ત્યાં મેરજાએ શ્રીમદ રાજચંદ્ર મંદિર અને રામબાઈ માતાજીના દર્શન કર્યા હતા.સાંજે મેરજાની જન આશીર્વાદ યાત્રા મોરબી પહોંચી હતી. અને મોરબીમાં ઠેરઠેર યાત્રા ફરી હતી.

અન્ય સમાચારો પણ છે...