વિસર્જન:મોરબીમાં પાલિકા 4 સ્થળેથી મૂર્તિ એકત્ર કરી વિસર્જન કરશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભક્તો ગણેશ ભગવાનનું સીધું વિસર્જન નહિ કરી શકે
  • મચ્છુ 3 ડેમ નજીક ખાણમાં પાલિકાનો સ્ટાફ કરશે વિસર્જન

મોરબીમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થયા બાદ આજે અંતિમ દિવસે પ્રતિમા વિસર્જન કરવામાં આવશે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે 4 ફૂટ થી ઊંચી પ્રતિમા સ્થાપના કરવા પર પાબંધી હતી. બીજી તરફ મોરબીમાં એક પણ જાહેર સ્થળ પર ગણપતિ સ્થાપના કરવામાં આવી નથી. જેના કારણે તંત્રનું કામ અનેક રીતે હળવું થઈ ગયું છે. મોટા ભાગના વિસ્તારમાંથી નાની પ્રતિમાં વિસર્જન માટે આવશે.

આ માટે પાલિકા દ્વારા મચ્છુ 3 ડેમ નજીક આવેલી ખાણમાં પ્રતિમા વિસર્જનનું આયોજન કરાયું છે જેના માટે આર.ટી.ઓ. કચેરી પાછળ ખાડીમાં નગરપાલિકાના સ્ટાફ તેમજ તરવૈયા અને જેસીબી તૈનાત કરવામાં આવશે. મૂર્તિ વિસર્જન વખતે કોઈ આકસ્મિક બનાવ ન બને તે માટે લોકોને સીધા વિસર્જન માટે મનાઈ ફરમાવવામાં આવી છે. જેથી પાલિકા દ્વારા અલગ અલગ 4 સ્થળે મૂર્તિઓ એકઠી કરવામાં આવશે.

આ 4 સ્થળમાં સ્કાય મોલ નજીક ગ્રાઉન્ડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મૂ નગરપાલિકાના સ્ટાફ દ્વારા લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ એકત્ર કરવામાં આવશે અને ત્યાંથી નક્કી કરેલ સ્થળ પર મૂર્તિ વિસર્જન કરવામાં આવશે.

પીવાના પાણીના સ્ત્રોતો પ્રદુષિત્ ન થાય અને વિસર્જન કરવા આવતા લોકો અકસ્માત ન નોતરી બેસે તેમજ કોરોના ગાઇડ લાઇનનું પાલન થાય તે માટે વહીવટી તંત્રએ આ વખતે યોગ્ય આગોતરું આયોજન ઘડી કાઢ્યું છે અને પાલિકાનો સ્ટાફ જ આ કામગીરી નિભાવશે. જો કે નોંધનીય છે કે આ વખતે મોરબી શહેરમાં જાહેર પંડાલ લાગ્યા નથી. આથી ઘરે બીરાજતા ગજાનનનું જ વિસર્જન કરવાનું થશે.

અન્ય સમાચારો પણ છે...