મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ બેંક ઓફ બરોડા પાસે નગરપાલિકાની ટીપર વાન બગડી જતા ત્યાં જ છોડી જતા રહ્યા. જેથી સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર પાલિકાનું વાહન અવરોધ સમાન બની રહ્યું છે.
ટીપર વાન બગડી ગઈ હતી અને ત્યાં જ છોડી જતા રહ્યા
મોરબીના નગર દરવાજાથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ સાંકડો છે, તેમજ સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે. જ્યાં જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ બેંક ઓફ બરોડા પાસે નગરપાલિકાનું વાહન બંધ હાલતમાં જોવા મળે છે. જે અંગે સ્થાનિકોએ આપેલ માહિતી અનુસાર સોમવારે અહીંથી પસાર થતી નગરપાલિકાની ગાર્બેજ કલેક્શન કરતી ટીપર વાન બગડી ગઈ હતી અને ત્યાં જ છોડી જતા રહ્યા હતા. સોમવારે બગડી ગયેલી વાન મંગળવારે સવારે 11 વાગ્યા સુધી કોઈ લેવા ન આવ્યું ન હોવાથી ટ્રાફિકને અડચણરૂપ બની હતી.
આ વિસ્તારમાં પોલીસની ટ્રોઈગ ગાડીઓ પણ નીકળતી હોય છે, તો તેને નગરપાલિકાનું આ બંધ વાહન નહિ દેખાયું હોય કે પછી સરકારી વાહન હોય તો તેને ગમે ત્યાં પાર્ક કરવાની છૂટ આપવામાં આવે છે. તેવા સવાલો પણ સ્થાનિકોએ ઉઠાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.