ઘડિયા લગ્ન:મોરબીના યુગલે બિનજરૂરી ભભકો ત્યજીને ઘડિયા લગ્ન પસંદ કર્યા

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંજી દેતો ખર્ચ ટાળી સગાઇ સાથે જ લગ્ન યોજી લીધા

કમુરતા પૂર્ણ થવાની સાથે હવે લગ્ન સિઝન શરૂ થઈ ચૂકી છે. દિવાળી પર્વ બાદ લગ્નની સીઝન પુર બહારમાં ખિલશે.હાલ સમાજ માં દેખાદેખી અને સમાજમાં પોતાનો મોભો દેખાડવા લગ્નમાં મોટા પાયે બિન જરૂરી ખર્ચ થતા હોય છે.જો કે મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનોએ આવા બિન જરૂરી ખર્ચ અટકાવવા ઘડિયા લગ્ન લેવા અંગેની પહેલ કરી છે અને તેમનું જોઇને સમાજના અનેક લોકો આ રીતે લગ્ન કરાવવા સહમત થયા છે. આગેવાનો બન્ને પક્ષના લોકોને રાજી કરી ઘડિયા લગ્ન લેવડાવી રહ્યા છે ત્યારે આજે મોરબીમાં વધુ એક યુગલે આ રીતે ઘડિયા લગ્ન પસંદ કર્યા હતા.

મોરબીની પટેલ સમાજ વાડી ખાતે વિડજા પરિવારની દીકરી અને સાણંદિયા પરિવારના દીકરાની સગાઈ પ્રસંગે જ ઘડીયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પણ હાજર રહી લગ્નના સાક્ષી બની નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા.

શનાળા ગામે આવેલી પટેલ સમાજ વાડી ખાતે સગાઈ પ્રસંગે જ બંન્ને વેવાઈ પક્ષે ઘડીયા લગ્નનું આયોજન કર્યું હતું. જૂના ઘાટીલા ગામના ભરતભાઈ ગોવિંદભાઇ વિડજાની સુપુત્રી જાનકી અને બગથળાના રહેવાસી સ્વ. સંજયભાઈ સુંદરજીભાઈ સાણંદિયા બગથળાના સુપુત્ર અમોઘની સગાઈ પ્રસંગે બને પક્ષની સહમતી અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૂર્તિયાની હાજરીમાં આ ઘડિયા લગ્ન લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...