તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પીપળી-અણિયારી ફોરલેન કામગીરી ટલ્લે ચડતા MLAએ પેચવર્ક કરાવ્યું

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે 27.5 કિમીના રસ્તા માટે 1.19 કરોડ મંજૂર કર્યા, કામ કયારે થશે એ ભગવાન જાણે!

મોરબીના સિરામિક ઝોન એવા મોરબી જેતપર અણિયારી રોડ વર્ષોથી સાંકડો છે.રોજ મોટી સંખ્યામાં વાહનોની અવર જવર રહેતી હોવાથી ઉદ્યોગકારોએ રજૂઆત કરી હતી તો ગ્રામજનોએ રસ્તા બંધ કરી આંદોલન કર્યા હતા. સરકારને રહી રહી જેતપર રોડ ફોરલેન કરવાની બુદ્ધિ આવી અને 27.5 કિમીનો રસ્તા તેમજ મોરબી હળવદનો 42 કિમીના રોડને ફોરલેન કરવા 3.09 કરોડ રકમ ફાળવી હતી અને માર્ગ મકાન વિભાગને સૂચના આપી વહેલી તકે ફોર લેન કરવા જણાવ્યું હતું. જે મંજુર થયા બાદ શરૂ ન થતા ઉદ્યોગકારો અને ગ્રામજનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

બિસ્માર રોડ સમયસર નવો ન થયો પણ ધારાસભ્યને ચોમાસાને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે પીપળી જેતપર રોડને પેચવર્ક કામ કરવાનું યાદ આવ્યું હોય તેમ હાલ આ રોડ પર થિંગડા મારવાનું શરૂ કર્યું છે. જેમાં મોરબી જેતપર રોડ તેમજ જેતપર અણિયારી એમ બન્ને સાઈડ હાલ ડામરના પેચવર્કની કામગીરી હાથ ધરી છે.

હવે આ પેચવર્ક આગામી ચોમાસાનો માર અને અહીં દિવસ ભર દોડતા વાહનોનો ભાર કેટલા સમય સુધી ઉપાડી શકે છે તે સમય આવ્યે ખ્યાલ આવશે. વર્ષોથી બિસ્માર રસ્તા પર ચાલતા ગ્રામજનો અને ઉદ્યોગકારોને નવો રોડ ક્યારે મળશે એ તો ખબર નથી પણ હાલ ધારાસભ્યએ પેચ વર્કનો ગોળ કોણીએ લગાવી દીધો હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...