તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:ગોંડલની પરિણીતા પર મુન્દ્રાના શખ્સનું દુષ્કર્મ

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નની લાલચે સંબંધ બાંધ્યાની ફરિયાદ

ગોંડલમાં રહેતી એક પરિણીતા સોશિયલ મીડિયાના માધ્યમથી મુન્દ્રાના મુસ્લિમ શખ્સના પરિચયમાં આવી હતી અને પરિણીતાને મોરબી બોલાવી ગેસ્ટ હાઉસમાં લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરમાં રહેતી અને બે વર્ષથી પરિણીત યુવતી છ મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી મુન્દ્રાના અલ્તાફ હુસેન ભાન નામના શખ્સ સાથે પરિચયમાં આવી હતી અને શખ્સે મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી પરિણીતાને મોરબી મળવા બોલાવી હતી.

શહેરના સનાળા રોડ પર એક ગેસ્ટ હાઉસમાં તારીખ 21 અને 22મીએ બન્ને રોકાયા હતા. આ દરમિયાન મુસ્લિમ શખ્સે પરિણીતા પર બે વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. પીડીતાને સંતાનમાં એક દીકરો પણ છે અને પરિણીતાના અમુક શોખના લીધે તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા છે. પોલીસે આ અંગે ફરિયાદના આધારે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...