તંત્ર સક્રિય હોવાનો દાવો:રવાપરમાં આડેધડ બાંધકામથી પાણી નિકાલ ન થયાનો ખુદ મંત્રીનો સ્વીકાર

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીની અવની ચોકડીમાં વરસાદી પાણી ભરાયાની ફરિયાદો ઊઠી’તી
  • વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર સક્રિય હોવાનો મિટિંગમાં દાવો

મોરબી શહેરમાં એક રાતમાં પડેલ પાંચ ઇંચ વરસાદ તેમજ બાકીના દિવસમાં થયેલા વરસાદે મોરબી પાલિકા તેમજ આસપાસના વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.તો રોડ રસ્તામાં પણ કમરતોડ ખાડા પડયા છે અને તેમાં પાણી ભરાયા છે.

ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મંત્રી બ્રિજેશ મેરજા,સાંસદ કુંડારીયા, પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ, કલેક્ટર, ડીડીઓ અધિક કલેક્ટર,પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, પીજીવીસીએલ, માર્ગ મકાન વિભાગ,પાણી પુરવઠા સાહિતની હાજરીમાં સમીક્ષા બેઠક મળી હતી.

જેમાં વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ, રોડ રસ્તા પર ખાડા, ભૂગર્ભ ગટરના રસ્તાની સફાઈ, નેશનલ હાઇવે પર દબાણથી ભરાયેલા પાણી પીજીવીસીએલની કામગીરી વગેરે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા બાબતે ચર્ચા કરી હતી.

તેમજ જે વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવાય છે જેમાં ચીફ ઓફિસર, માર્ગ મકાન વિભાગ, સિંચાઇ તેમજ અન્ય વિભાગના અધિકારીને સાથે રાખી આ સમસ્યા નિકાલ બાબતે સ્થળ વિઝીટ કરી તાત્કાલીક નિકાલ કરવા સૂચના આપી હતી.

ખુદ મંત્રી મેરજાએ સ્વીકાર કર્યો હતો કે રવાપર અને અવની ચોકડી વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવવા માટે ગ્રામ પંચાયત વિસ્તારમાં ખડકાયેલ બાંધકામ, વરસાદી પાણીના નિકાલ બંધ કરવા તેમજ વરસાદી પાણીનો જ્યાં સંગ્રહ થાય છે ત્યાં દબાણ સાહિતના કારણ જવાબદાર હોવાનો સ્વીકાર કર્યો હતો.

એ ઉપરાંત નેશનલ હાઇવે પર પણ વરસાદી પાણીના નિકાલની જગ્યામાં શોપિંગ કોમ્પ્લેક્ષ દ્વારા દબાણ કરાયું હોવાથી પાણી નીકળતું ન હોવાનો સ્વીકાર કર્યો હતો. હવે સ્વીકારી લીધું છે તો જે તે જવાબદાર વિભાગને કડક સૂચના આપી આવા ગેરકાયદે બાંધકામ કરનારને નોટિસ આપી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરેે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...