​​​​​​​‘હરિત અને સ્વચ્છ ઊર્જા’ની થીમ:120 સાયકલવીરોનો શહેરમાં 2.5 કિમી સાયક્લિંગ કરી ઉર્જા બચતનો સંદેશ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પર્યાવરણ જતન અને ઉર્જા બચાવના સંદેશ સાથે સાઇકલ વીરોએ પ્રસ્થાન કરી લોકોને ઉર્જાની મહત્વતા દર્શાવતો સંદેશ પ્રસારીત કર્યો હતો. - Divya Bhaskar
પર્યાવરણ જતન અને ઉર્જા બચાવના સંદેશ સાથે સાઇકલ વીરોએ પ્રસ્થાન કરી લોકોને ઉર્જાની મહત્વતા દર્શાવતો સંદેશ પ્રસારીત કર્યો હતો.
  • મોરબીમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસના સંયમિત વપરાશ અને પર્યાવરણના જતન પર ભાર મૂકવા યોજાઇ સાઇક્લોથોન​​​​​​​

મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈ) લિ. જેવી ઓઈલ કંપનીઓએ પીસીઆરએ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશનનાં સહયોગમાં મોરબીની નિલકંઠ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 120 સાઈકલવીરો જોડાયા હતા. આ સાયકલોથોન શહેરમાં 2.5 કિમી વિસ્તારમાં ફરી હતી અને લોકોને ઉર્જા બચાવવા અપીલ કરી હતી.

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકારની અપીલ પર વિવિધ સામાજિક શૈક્ષણિક અને સરકારી સંસ્થા દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી કરવાંમાં આવી રહી છે ત્યારે તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ 11.04.2022 થી 30.04.2022 દરમિયાન યોજાઈ રહ્યો છે. એક માસ સુધી ચાલતી આ પ્રવૃત્તિની થીમ ‘હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો રાખવામાં આવી છે.

આ સંદેશાને પ્રસરાવવાના ઉદેશથી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈ) લિ. જેવી ઓઈલ કંપનીઓએ પીસીઆરએ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશનનાં સહયોગમાં આજે મોરબીની નિલકંઠ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે યોજાયેલી સાયક્લોથોનમાં 120થી પણ વધુ સાયક્લીસ્ટએ ભાગ લીધો હતો.ઓઈલ કં૫નીઓનાં 120થી પણ વધુ સાયકલિસ્ટને ગુજરાત સરકારના પંચાયત શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો) ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ મંત્રી બ્રીજેશ મેરજાએ નિલકંઠ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. અઢી કિલોમીટરની આ સાયક્લોથોનમાં ઉર્જા સંરક્ષણ અંગેનો પ્રસાર કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંબોધતા મેરજાએ જણાવ્યું હતું કે આપણા સંસાધનોને બચાવવા માટે ‘હરિત અને સ્વચ્છ ઉર્જા અપનાવો, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવો’ પર આ૫ણે ધ્યાન આપવાની જરૂરિયાત છે. આ થીમના સંદર્ભમાં આજે અમે સાયકલોથોનનું આયોજન કર્યું હતું.

આ અંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પેટ્રોલિયમ પ્રોડક્ટસના ડહાપણભર્યા વપરાશ, ભવિષ્યની પેઢી માટે સંરક્ષણ અને પર્યાવરણના જતનની મહત્તા પર ભાર મૂક્યો હતો. આ પ્રવૃત્તિઓનો હેતુ જનસમુદાયમાં બળતણની બચત સ્વચ્છ ઉર્જાનો ફાયદો ૫ર્યાવરણીય પ્રદુષણને ઘટાડવા જેવા સંદેશાઓ પ્રસરાવવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...