આત્મહત્યા:મોરબીના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5.36 લાખ સામે 14.19 લાખ દીધાં છતાં ધમકી

મોરબીમાં વેપારીઓ અલગ અલગ લોકો પાસેથી વ્યાજે લેતા હોય છે જેના બદલામાં બિનઅધિકૃત શરાફી પેઢીઓને ચામડાતોડ વ્યાજ ભરપાઇ કરતા હોય છે. કેટલાક કિસ્સાઓ એવા પણ સામે આવ્યા છે કે ઉંચુ વ્યાજ ભરવા છતાં વ્યાજખોરો વધુ રકમની માગણી કરે છે, જો પૈસા લેનાર રકમ ન ચૂકવે તો ધાકધમકી અપાતી હોય છે, આવી ઉઘરાણીથી તેમજ સમાજમાં બદનામીના ડરથી વેપારીઓ આપઘાત જેવા પગલાં તરફ વળતા હોય છે. મોરબીમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જેમાં મોરબીના શનાળા રોડ 52 ઉમિયા સર્કલ નજીક સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતા, સુપર માર્કેટ વિસ્તારમાં પ્લાસ્ટિકની વસ્તુઓનું વેચાણ કરતા અતુલભાઈ પટેલે દસેક વ્યાજખોરો પાસેથી રૂ. 5,36,000 રકમ ઉંચા વ્યાજે લીધી હતી. જેમાંથી તેમણે અલગ અલગ સમયે રૂ.14,19 000ની રકમ અતુલભાઈએ મૂડી સહીતની ચૂકવી આપી હતી પરંતુ વ્યાજખોરો વધુને વધુ રૂપિયાની માગણી કરતા હતા.

જગાભાઈ ઉર્ફે જીગો, રમેશ બોરીચા, વરૂણ બોરીચા, રાહુલ, રવી ડાંગર, ડીડી રબારી, રાજેશ બોરીચા, સિધ્ધરાજ ગોહિલ, ભોલુ અને કાનો બી નામના 10 વ્યાજખોરએ અતુલભાઈ પાસેથી રકમની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા અતુલભાઈએ કંટાળીને મચ્છર મારવાની દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અતુલભાઈની ફરિયાદનાં આધારે 10 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...