તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મોરબીની કંપનીના ઇન્ચાર્જ મેનેજરે કરી રૂ. 8.10 લાખની ઉચાપત

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકો પાસેથી નાણાં લઇ કંપનીમાં જમા ન કરાવ્યા

મોરબીના ત્રાજપર ચોકડી પાસે આવેલ આઇ.આઇ.એફ. એલ.ગોલ્ડ લોન કંપનીની બ્રાંચમા ઇન્ચાર્જ મેનેજરે રૂ.8.10લાખની ઉચાપત કર્યાનો મામલો સામે આવ્યો છે.જેમાં ઇન્ચાર્જ મેનેજરે આ કંપનીના ગ્રાહકોના નાણા ફાયનાન્સ કંપનીમાં જમા કરવાના બદલે પોતે ચાઉં કરી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુમાં મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીનચોક પાસે આવેલી પારેખ શેરીમાં રહેતા અને ત્રાજપર ચોકડી પાસે આવેલ આઇ. આઇ.એફ.એલ.ગોલ્ડ લોન કંપનીની બ્રાંચમા નોકરી કરતા ભાવીનભાઇ મહેન્દ્રભાઇ મહેતાએ આરોપી હાર્દીકભાઇ લલીતભાઇ દવે સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી છેલ્લા એક વર્ષથી આઇ.આઇ.એફ.એલ.ગોલ્ડ લોન ફાયનાન્સ કંપનીની ત્રાજપર ચોકડી નજીક આવેલ બ્રાંચમા ઇન્ચાર્જ મેનેજર તરીકે પોતાની નોકરી કરતા હોય તે વખતે ગ્રાહકની લોનના કુલ રૂ 8.10 લાખ ફાયનાન્સ કંપનીમા ભરપાઇ ન કરી કંપની તથા ગ્રાહકો સાથે વિશ્વાસધાત છેતરપિંડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો