ક્રાઇમ:સગીરાનું અપહરણ કરનાર શખ્સ પડધરીથી પકડાયો

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના પંચાસર ગામનો બનાવ

પંચાસર ગામની એક સગીરાનું મૂળ એમપીના ધાર જિલ્લાનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિર્કિંગ યુનિટના ઇન્ચા. વી.બી જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે પંચાસર ગામની સગીરા અને આરોપી રાજકોટ જિલ્લાનાં પડધરી ગામમાં એક વાડીમાં છૂપાયા છે. જે બાદ આ ટીમ બાતમી વાળા સ્થળે પહોંચી ભોગ બનનાર સગીરા અને આરોપી પ્રેમસિંગ સુભાનભાઈ ભુરિયાને શોધી કાઢ્યા હતા અને મોરબી તાલુકા પોલીસને સોંપ્યા હતા.પોલિસે આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...