ચોરી:માળિયાના વાધરવા ગામે ત્રણ મકાનના તાળાં તૂટ્યા

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તસ્કરો કુલ રૂ. 3.70 લાખનો મુદ્દામાલ ઉસેડી ગયા

માળિયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ઘરધણીની ઉંઘમાં બિલકુલ ખલેલ પહોંચાડ્યા વગર ગામમાં એકસાથે ત્રણ મકાનના તાળા તોડી રોકડ રકમ સોના ચાંદીના દાગીના સહિત રૂ 3 લાખ 70 હજારના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

પોલીસ નાઇટ પેટ્રોલિંગના નામે નાટક કરી સબ સલામતના દાવા કરતી હોય, પણ જિલ્લામાં વધી રહેલી ગુનાખોરી પોલીસના તમામ દાવાની પોલ ખોલી રહ્યું છે. ત્યારે વધુ એક પુરાવો માળિયાના વાધરવા ગામમાંથી મળ્યો હતો.માળિયા મિયાણા ગામના વાધરવા ગામમાં રહેતા મનહરભાઈ ભારમલભાઈ બોરીચા અને તેનો પરિવાર સુતો હતો ત્યારે તસ્કરો ત્રાટક્યા અને ઘરની તિજોરીના તાળા તોડી રૂ 2.34 લાખ રોકડ ચાંદીના કંદોરો,સાંકડા સોનાની કડી સહીત રૂ 14 હજારના દાગીનાની ચોરી કરી હતી.

આ ઉપરાંત પાડોશમાં રહેતા દિગ્વિજયસિંહ બળવંતસિંહ જાડેજા, નીતરાજ સિંહ બળવંત સિંહ જાડેજાના ઘરમાંથી રૂ 75 હજારના સોનાના અને 2000ની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. ઉપરાંત અશોકસિંહ જાડેજાના મકાનના તાળા તૂટ્યા હતા. જો કે અહીં કોઈ વસ્તુની ચોરી થઇ ન હતી બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ કરી છે.

અન્ય સમાચારો પણ છે...