ક્રાઇમ:મોરબીના પીપડી રોડ પર ત્રણ સિરામિક ગોડાઉનના તાળાં તૂટ્યાં

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જિલ્લામાં બીજા દિવસે પણ ચડ્ડી બનિયાનધારી ગેંગનો સપાટો
  • CCTVમાં કેદ થઈ ટોળકી, વેપારીઓએ પોલીસને ફરિયાદ નોંધાવી

હળવદ શહેર નજીક આવેલા ધ્રાંગધ્રા હાઈવે પરના સરદાર એસ્ટેટના 6 અલગ ફેક્ટરીના ગોડાઉનમાં તાળા તોડી ચડી બનીયાન ધારી ગેંગના 30 હજારથી વધુના મુદામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હજુ પોલીસ તપાસ આદરે તે પહેલાં આ ગેંગએ મોરબીના પીપળી રોડ પર ધામા નાખ્યા હતા અને એક સાથે ત્રણ જેટલા સિરામિક ટાઇલસ, સિરામિક રો મટીરીયલ સહિતના ગોડાઉનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. અને જે પણ રોકડ રકમ હાથમાં લાગી હતી તે ફરાર થઈ ગયા હતા. સવારે ગોડાઉનની સ્થિતિ જોઈ વેપારીઓને ચોરીનો ખ્યાલ આવી જતા તુરત ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં ચડ્ડી બનીયાનધારી ગેંગના 5 સાગરીત ચોરી કરતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...