અપહરણ:પાનનો ધંધાર્થી ગોલા ખવડાવવાની લાલચે બાળકને ઉઠાવી ગયો હતો

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના ઘૂંટુમાંથી જે બાળકનું અપહરણ થયું હતું તે જામનગરથી મળ્યો

મોરબીના ઘુંટૂ ગામ નજીક આવેલી ઉમા રેસિડેન્સીમાં મામાના ઘરે આવેલા ઘાંટીલા ગામના 7 વર્ષના પર્વ ભાવેશભાઈ વિડજાનું મામાના ઘર નજીક આવેલી બાલાજી પાન નામની દુકાન ધરાવતો રાજેશ ચંદુભાઈ જગોદરા ગોલા ખવડાવવાની લાલચ આપી તેનું અપહરણ કરી લઈ ગયો હતો.

આ બનાવમાં તાલુકા પોલીસ.મથકે નોંધાયેલી ફરિયાદ આધારે પોલીસે અલગ અલગ 5 ટીમ બનાવી આરોપીની શોધખોળ કરતી હતી. આ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે અપહરણ થયેલ પર્વ વિડજા જામનગર શહેરના ગુલાબ નગર વિસ્તારમાં છે અને મોરબી એલસીબી પોલીસ જામનગર પહોંચી ત્યારે જાણ થઈ હતી કે જામનગર પોલીસે અગાઉથી બાળક પર્વને છોડાવી અપહરણ કરનાર રાજેશ જગોદરાને ઝડપી લીધો હતો.

મોરબી એલસીબીની ટીમે પણ બાળક અને અપહરણ કરનાર રાજેશનો કબજો લઈ મોરબી આવી પહોંચી હતી. પોલીસે અપહરણ થયેલા બાળક પર્વને માતા પિતાને સોંપ્યો હતો, જ્યારે આરોપી રાજેશ વિરુદ્ધ અલગઅલગ કલમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...